ન્યુ ચંદીગઢ, તા. 28 : આ આઈપીએલ
સિઝનમાં અત્યાર સુધી અજય રહેલા પંજાબ સુપર કિંગ્સને 6 વિકેટે હરાવીને રાજસ્થાને રોયલ વિજય મેળવ્યો
છે. 221નો લક્ષ્યાંક ભેદવા ઉતરેલી
રાજસ્થાનના ઓપનર જયસ્વાલ ( 27 દડામાં 51) અને અને વૈભવ સૂર્યવંશી (16 દડામાં 43)એ બળુકી શરૂઆત અપાવી પાવર પ્લેમાં
1 વિકેટે 84 રન કરી લીધા હતા. 12મી ઓવરમાં જયસ્વાલ આઉટ થયા બાદ સ્પીનરોની ફીરકી સામે રન ગતિ
ધીમી પડી હતી અને મેચમાં રાજસ્થાને પકડ ગુમાવી હતી પણ અંતિમ ઓવરોમાં ડોનોવન ફરેરા (26 દડામાં 52 અણનમ) અને શુભમ દુબે (12 દડામાં 32 અણનમ)એ પાંચમી વિકેટ માટે 32 દડામાં 77 રનની વણતૂટી ભાગીદારી નોંધાવી
ટીમને જીત અપાવી હતી. પંજાબ તરફથી યજુવેન્દ્ર ચહલે 3 વિકેટ ઝડપી રાજસ્થાનને મુશ્કેલીમાં મુક્યું હતું. અગાઉ ઓસ્ટ્રેલિયન
ઓલરાઉન્ડર માર્કોસ સ્ટોઇનિસના 22 દડામાં 4 ચોગ્ગા અને 6 છગ્ગાથી આતશી-અણનમ 62 રનની મદદથી આઇપીએલના આજની મેચમાં
રાજસ્થાન રોયલ્સ વિરુદ્ધ પંજાબ કિંગ્સે 4 વિકેટે 222 રનનો મજબૂત
સ્કોર બનાવ્યો હતો. ફિનિશર સ્ટોઇનિસે પાવર હિટિંગ કરી 19મી ઓવરમાં 17 અને 20મી ઓવરમાં 24 રનનો ઉમેરો કરી પંજાબની સ્થિતિ
વધુ સંગીન બનાવી દીધી હતી. પંજાબ તરફથી આ સિવાય ઇન ફોર્મ ઓપનર પ્રભસિમરન સિંહે વધુ
એક આક્રમક અર્ધસદી કરી હતી. પંજાબની ઇનિંગ્સમાં 12 છગ્ગા અને 18 ચોગ્ગા હાઇલાઇટ રહ્યા હતા. જો કે પંજાબની શરૂઆત આ વખતે બહુ સારી
રહી ન હતી. પ્રિયાંશ આર્ય 11 દડામાં પ
ચોગ્ગા-1 છગ્ગાથી 29 રનની કેમિયો ઈનિંગ્સ રમી આઉટ
થયો હતો. પાવર પ્લેમાં પંજાબનો સ્કોર 1 વિકેટે 6પ રન થયો
હતો. પ્રભસિમરનના સાથમાં કૂપર કોનોલીએ 14 દડામાં 2 ચોગ્ગા-3 છગ્ગાથી 30 રનની ઈનિંગ રમી હતી. પ્રભસિમરન
સિંઘ 44 દડામાં 6 ચોગ્ગા-1 છગ્ગાથી પ9 રનેઆઉટ થયો
હતો. જયારે કપ્તાન શ્રેયસ અય્યરે 27 દડામાં 1 ચોગ્ગા-1 છગ્ગાથી 30 રનનું યોગદાન આપ્યું હતું.
રાજસ્થાન તરફથી સ્પિનર યશ રાજ પૂંજાને 2 અને આર્ચર-બર્ગરને 1-1 વિકેટ મળી હતી.