• ગુરુવાર, 30 એપ્રિલ, 2026

કચ્છી વકીલોનાં સશક્તિકરણ માટે "KAWA'ની કવાયત

મુંબઈ, તા. 29 : કચ્છી ભાષી એડવોકેટ્સને એક મંચ પર લાવવા અને વકીલાતના વ્યવસાયમાં તેમને માર્ગદર્શન તથા પ્રોત્સાહન પૂરું પાડવાના ઉમદા આશય સાથે કાર્યરત `શ્રી કચ્છી એડવોકેટ્સ વેલફેર એસોસીએશન'  (KAWA) દ્વારા 2 મે, 2026ના મુંબઈમાં વાર્ષિક મેળાવડા અને સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. દાદર (ઈસ્ટ)ના બી. એન. વૈદ્ય હોલમાં સાંજે 4 વાગ્યાથી આયોજિત આ કાર્યક્રમમાં સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ એન. વી. અંજારિયા મુખ્ય અતિથિ અને બોમ્બે હાઈકોર્ટના ન્યાયાધીશ એન. આર. બોરકર અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહીને વકીલોને માર્ગદર્શન પૂરું પાડશે. ન્યાયાધીશ શિવકુમાર દીઘે, ન્યાયાધીશ આરિફ ડોક્ટર, ન્યાયાધીશ અશ્વિન ભોબે, ન્યાયાધીશ સંદેશ પાટિલ, ન્યાયાધીશ શ્રીરામ સિરસત, એડવોકેટ જનરલ મિલિન્દ સાઠે, એડિશનલ સોલિસીટર જનરલ અનિલ સિંઘ ઉપસ્થિત રહેશે. આ પ્રસંગે સંસ્થા દ્વારા 3 વર્ષથી વધુ પ્રેક્ટિસ કરતા સભ્યોનું સન્માન કરવામાં આવશે તેમજ 1 જાન્યુઆરી 2022 પછી પ્રેક્ટિસ શરૂ કરનારા નવા વકીલોને પ્રોત્સાહિત કરવામાં આવશે. મ્યુઝિકલ પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો છે. `વકીલાત માત્ર એક વ્યવસાય નથી, પણ સમાજમાં ન્યાયની સ્થાપના કરવાનું એક પવિત્ર કાર્ય છે. ઊંઅઠઅનો મુખ્ય ઉદ્દેશ આપણા કચ્છી યુવા વકીલોને સિનિયર વકીલોના અનુભવનો લાભ અપાવી, તેમને કાયદાકીય ક્ષેત્રે નવી ઊંચાઈઓ સર કરવા માટે મજબૂત પાયો પૂરો પાડવાનો છે' તેવું અરુણા સાવલા, પ્રમુખ `કાવા'એ જણાવ્યું હતું. - KAWA દ્વારા વકીલો માટે કરવામાં આવતી પ્રવૃત્તિઓ : નેટવર્કિંગ અને માર્ગદર્શન : 500થી વધુ સભ્યો સાથે જોડાવાની અને સિનિયર ધારાશાત્રીઓ પાસેથી કાયદાકીય સલાહ મેળવવાની તક. - શૈક્ષણિક વિકાસ : સેમિનાર, સ્ટડી સર્કલ અને કાયદાકીય સમજણના વિવિધ કાર્યક્રમોનું આયોજન.- વ્યાવસાયિક સન્માન : સુપ્રીમ અને હાઈકોર્ટના ન્યાયાધીશોના હસ્તે સન્માન પ્રાપ્ત કરવાની સુવર્ણ તક. - સામાજિક અને અન્ય પ્રવૃત્તિઓ : ક્રિકેટ ટૂર્નામેન્ટ અને અન્ય મનોરંજક પ્રવૃત્તિઓ દ્વારા વકીલોના સ્વાસ્થ્ય અને માનસિક તંદુરસ્તી પર ભાર.  આ સંસ્થા તમામ કચ્છી ભાષી વકીલોને એક સૂત્રમાં બાંધવા અને કાયદાકીય જાગૃતિ ફેલાવવા માટે કટિબદ્ધ છે. કાવાના પ્રમુખ અરુણા સાવલા ઉપરાંત વાઈસપ્રેસિડેન્ટ પીયૂષ એચ. શાહ, સેક્રેટરી વિનોદ એમ. શાહ, આસિ. સેક્રેટરી ભાવિક લાલન, અનિલ ગાલા, ખજાનચી નીલ અનિલ ગાલાએ સહયોગ આપી રહ્યા છે. 

Panchang

dd