ભુજ, તા. 5 : અબડાસા તાલુકાની 108 ટીમે મધ્યરાત્રિએ અત્યંત જટિલ
ગણાતા કેસમાં સફળતાપૂર્વક પ્રસૂતિ કરાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. ગંભીર
પાંડુરોગ (એનિમિયા)થી પીડાતી હાઈ-રિસ્ક માતાની એમ્બ્યુલન્સમાં જ સુરક્ષિત પ્રસૂતિ કરાવી
ટીમે દેવદૂત સમાન ભૂમિકા ભજવી હતી. તાજેતરમાં
અબડાસા તાલુકાનાં બેરા ગામના 25 વર્ષીય ખાતુબેન
મુસ્તાક સાગરને પ્રસૂતિની પીડા ઉપડતાં 108ની મદદ લેવામાં આવી હતી. આ મહિલાની પ્રથમ પ્રસૂતિ હોતાં, તપાસ કરતા માલૂમ પડયું કે, તેમનામાં લોહીનું પ્રમાણ માત્ર 6.1 હતું, જે તબીબી
દૃષ્ટિએ અત્યંત જોખમી અને `હાઈ-રિસ્ક' ગણાય
છે. દર્દીને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ લઈ
જતી વખતે રસ્તામાં મિરજાપર રોડ પાસે પીડા વધી જતાં ઊખઝ રાધિકા પરમાર અને પાઈલટ રાહુલકુમાર
નિનામાએ સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સમાં જ પ્રસૂતિ કરાવવાનો નિર્ણય લીધો હતો. આ પ્રસૂતિમાં
બાળકનું માથું અને હાથ એકસાથે બહાર આવતાં હોવા છતાં ઊછઈઙ ડો. કરણના ટેલિફોનિક માર્ગદર્શન
હેઠળ સુરક્ષિત નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. પ્રસુતિ બાદ માતા અને બાળક બંનેને
સલામત રીતે ભુજની જી. કે. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતાં.