• સોમવાર, 06 એપ્રિલ, 2026

વડીલોની ખુશી અને કલ્યાણ માટે ભુજમાં હવન સાથે આનંદ ઉત્સવ ઉજવાયો

ભુજ, તા. 5 : સિનિયર સિટીઝન બ્રહ્મસમાજ ભુજના વડીલોનો ચૈત્રી નવરાત્રિ હવન સાથે આનંદ ઉત્સવ ઊજવાયો હતો. પાલારા મંદિર પરિસરે ચૈત્રી ઉજવણી વડીલો દ્વારા થઇ હતી. 21 કુંડી ગાયત્રી હવન યજ્ઞ માટે 101 વડીલ દંપતીએ ભાગ લીધો હતો. શક્તિપીઠના 10 ભાઇ-બહેનો દ્વારા મંત્રોચ્ચાર સાથે વિધિ સંપન્ન થયા બાદ હવન કરાવનાર શિવજી મોઢ તથા સીતાપરાજીની ટીમનું સન્માન બ્રાહ્મણ વડીલોએ કર્યું હતું. સન્માન સમારોહમાં સોનલબેન અતુલભાઇ દવે, દીનાબેન વિનોદભાઇ ગોર અને ભાવનાબેન પ્રવીણભાઇ જોષી અને રાજેશભાઇ જોષી, ઉપપ્રમુખ કિરણ અધિકારી, સુરેશભાઇ દવે, પૂર્વ પ્રમુખ રાજેશભાઇ ગોર, પૂજન ગોર, મનોજ જોશી, પુષ્કરભાઇ જેઠી, જનક ભટ્ટ, મંત્રી પ્રકાશ ઉગાણી, પુનિત મહારાજ, ઉમેશ આચાર્ય અને અન્ય વડીલો હાજર રહ્યા હતા. માંડવીથી ખાસ પશ્ચિમ બ્રહ્મસમાજના પ્રમુખ દીપેશ શાત્રી તથા મહિલા અગ્રણી અર્પણાબેન વ્યાસ વગેરેનું સન્માન થયું હતું. પ્રમુખ સ્થાનેથી એડવોકેટ એચ. એલ. અજાણીએ જણાવ્યું કે, સિનિયર સિટીઝનનું અમારું વડીલો માટેનું 11મું આયોજન છે, જેનો હેતુ માત્ર વડીલોની ખુશી અને કલ્યાણ પ્રવૃત્તિ જ છે. આયોજન ગીતાબેન જોશીએ સંભાળ્યું હતું. તેમની સાથે તેમની ટીમમાં કામિનીબેન, હિનાબેન, વૈશાલીબેન જોડાયા હતા, જ્યારે સત્કાર સમારંભ અને હરીફાઇ સ્પર્ધામાં સાથે કાશ્મીરાબેન, ભાવિશાબેન, રાધિકાબેન, દીપાબેન ગોર, શરદભાઇ ઠાકર, મદનભાઇ ભટ્ટ અને અશ્વિનભાઇ પંડયા જોડાયા હતા. ભરતભાઇ ગોર, પ્રફુલ્લભાઇ જોષી, નીતિન પંડયા તથા જયંતભાઇ જોષીએ સેવા આપી હતી. 

Panchang

dd