ભુજ, તા. પ : રઘુવંશી
રાવલવાડી રિલોકેશન ઉત્કર્ષ મંડળ દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત સપ્તાહના પ્રથમ દિવસે
કથા મંડપ શ્રોતાઓથી ખીચોખીચ ભરાઈ ગયો હતો. પ્રારંભે સવારે મુખ્ય યજમાન કાંતાબેન પ્રદીપભાઈ
ઠક્કર હસ્તે જય પ્રદીપ ઠક્કર (બુદ્ધદેવ), ભાવિ પ્રદીપભાઈ બુદ્ધદેવ,
પ્રમુખ કલ્પેશ આર. ઠક્કરની આગેવાનીમાં શાત્રી હરેશભાઈ રસિકલાલ જોશીનાં
માર્ગદર્શન-આશીર્વાદ હેઠળ પોથીયાત્રા નીકળી હતી. મોટી સંખ્યામાં ભાવિકો ઊમટયા હતા.
બપોરે રઘુવંશી ચોકડી પાસે જલારામ મંદિર ચોકમાં કથામંડપમાં દીપ પ્રાગટય પ્રમુખ શ્રી
ઠક્કરની અધ્યક્ષતામાં સુહાની પરેશભાઈ પૂજારા, ડો. વિનિતભાઈ ઠક્કર,
યજમાન પરિવાર તથા મંત્રી દિલીપભાઈ ઠક્કર દ્વારા કરાયું હતું. વ્યાસપીઠ
પરથી શાત્રી શ્રી જોશી દ્વારા કથા રસપાન કરાવાયું હતું. મંડળના હોદ્દેદારો - કારોબારી
સભ્યો સહયોગી રહ્યા હતા. પ્રોજેક્ટ ચેરમેન અમૂલ ગણાત્રા, ખજાનચી
હેમંત પલણ, સહમંત્રી હિંમતલાલ ગણાત્રાએ વ્યવસ્થા સંભાળી હતી.
સંચાલન ઉપપ્રમુખ મનોજ સોનપારે કર્યું હતું.