• સોમવાર, 06 એપ્રિલ, 2026

માંડવીના નેત્ર નિદાન કેમ્પમાં 142 દર્દીની તપાસણી

માંડવી, તા. 5 : રણછોડદાસજી બાપુ ચેરિટેબલ હોસ્પિટલ ટ્રસ્ટ રાજકોટ અને લોહાણા બોર્ડિંગ માંડવીના સહયોગથી નિ:શુલ્ક નેત્ર નિદાન નેત્રયજ્ઞનો 80મો કેમ્પ યોજાયો હતો.  કેમ્પના સહયોગી દાતા જૈનાચાર્ય ગુણોદયસાગર સૂરિશ્વરજી મ.સા.ના આત્મશ્રેયાર્થે રાજરત્નસાગરજી પ્રિયંકસાગરજી મ.ની પ્રેરણાથી કચ્છ-સુથરી તીર્થ (મુલુંડ) નિવાસી લક્ષ્મીબાઈ રાયચંદ કાનજી ધુલ્લા પરિવાર રહ્યા હતા. કેમ્પમાં કુલ 142 દર્દીની આંખની તપાસણી થઈ, જેમાંથી 19 લોકોને રાજકોટ હોસ્પિટલ મધ્યે ઓપરેશન માટે લઈ જવાયા હતા. હોમિયોપેથીનો કેમ્પ રામકૃષ્ણ મઠ ભુજ દ્વારા યોજાયો હતો, બાવન દર્દીને તપાસી નિ:શુલ્ક દવાઓ અપાઈ હતી. 100 ચકલીઘર અને પાણીનાં કૂંડાં માંડવીના મુસાભાઈ ઘાંચી તરફથી અપાયા હતા. દીપ પ્રાગટય પ્રમુખ હરિશ ગણાત્રા, ટ્રસ્ટી શાંતિલાલ ગણાત્રા, રશ્મિબેન ગાલા, ભાવનાબેન ગાલા, રમિલાબેન શાહ, દતાબેન શાહ, રાજકોટના ડો. અલ્કેશ ખરેડિયા, લેબ ટેકનિશિયન તથા હોમિયોપેથિક ડો. મનોજ માકાણીની ટીમના ડો. શીતલબેન મારવાડા, ડો.  વિશ્વા પારેખ, ડો. ઈશા ભાટિયા વિગેરે દ્વારા કરાયું હતું.  જયેશ સોમૈયા, હસમુખ ઠક્કર, મહેન્દ્ર ચોથાણી, જયસુખ રાઠોડ, રામજીભાઈ ઠક્કર, શંકર ખારવા, દિનકર જોષી, રમેશ ઝાલા, કિશોર શાહ, મુસાભાઈ ઘાંચી, સલીમ રાયમા, કુમુદબેન જોષી, ભારતીબેન રાઠોડ, દીપાબેન, મીતેશ ઉદાસી, કિશોર ગટા વિગેરેએ સેવા આપી હતી.. સંચાલન જયેશ સોમૈયાએ તો હસમુખ ઠક્કરે આભારવિધિ  કરી હતી. 

Panchang

dd