• સોમવાર, 06 એપ્રિલ, 2026

જ્યારે સંકટ આવે, ત્યારે ગુરુનાં શરણમાં જવું જોઈએ

રાપર, તા. 5 : જ્યારે સંકટ આવે, ત્યારે ગુરુનાં શરણમાં જવું જોઈએ. નાતજાતના ભેદભાવોથી ઉપર ઉઠીને એક હિન્દુ બની સામાજિક સમરસતા પર ભાર મૂકતા રાપર તાલુકાનાં ત્રંબૌ ગામે મણિદ્વીપધામ ખાતે દેવી ભાગવત કથામાં વ્યાસપીઠ પરથી વક્તાએ જણાવ્યું હતું. મહિષાસુર, શુંભ-નિશુંભ, ચંડ-મૂંડ, રક્તબીજ, ધુમ્રચક્ષુ જેવા અસુરોનો ભગવતી જગદંબાએ વધ કરી પૃથ્વી અને દેવતાઓને અભય પ્રદાન કરવાની કથા સંગીતમય શૈલીમાં વક્તાએ કહી હતી. ગં.સ્વ. પાર્વતીબેન લક્ષ્મીશંકર મૂળજી મકનજી નાકર પરિવાર દ્વારા દેવી ભાગવત કથાનું આયોજન રાધેશ્યામ શાસ્ત્રીજી (કટારિયા)ના વ્યાસાસને કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંધ્યાગિરિ આશ્રમ, સામખિયાળીના મહંત ભગવતગિરિજી, રવેચીધામના હીરાગિરિજી, ત્રિકમસાહેબની જગ્યા, ચિત્રોડના મહંત આત્મહંસજી, રુદ્રાણી મહંત લાલગિરિજી, ડો. ત્રિકાલદાસજી, અવિનાશદાસજી, કટારિયા હનુમંતધામના ભાનુપ્રસાદજી, ત્રિકમ વીરડાના રાજેશ્વરી દેવી, રામાપીર મંદિર, વજેપરનાં તેજેશ્વરી દેવી, સ્વામિનારાયણ મંદિરનાં પ્રકાશમૂનિ અને અક્ષરમૂનિ વગેરે સંતો-મહંતો, રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા, પૂર્વ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ ડી. જી. વણઝારા, જિલ્લા ભાજપના ઉપપ્રમુખ વિકાસ રાજગોર, કેશુભા વાઘેલા, વાડીલાલ સાવલા, હમીરજી સોઢા, નશાભાઈ દૈયા, બળવંતભાઈ ઠક્કર, રાજુભા જાડેજા, વાઘજીભાઈ છાંગા, ઉમિયાશંકર જોશી, વિનુભાઈ થાનકી, નગરપાલિકાના પ્રમુખ ચાંદ ઠક્કર, મામલતદાર એચ. બી. વાઘેલા, ગાગોદર પોલીસ ઇન્સ્પેકટર એમ. એન. દવે, ઘનશ્યામ પૂજારા, મદુભા વાઘેલા, કરસનભાઈ મંજેરી, કાંતિલાલ ઠક્કર, ધારાભાઈ ભરવાડ, જયરામ ભરવાડ વગેરે રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાનોએ ઉપસ્થિત રહી કથાનું રસપાન કર્યું હતું. બાળકોએ દેવી-દેવતાઓની વેશભૂષા ધારણ કરી કથામાં આવતા ઉત્સવો ઊજવ્યા હતા. યજમાન પરિવાર દ્વારા ઉપસ્થિત મહેમાનોનો સત્કાર કરવામાં આવ્યો હતો. 

Panchang

dd