• સોમવાર, 06 એપ્રિલ, 2026

શક્તિ સ્વરૂપા મહિલાઓ અને દીકરીઓનું સન્માન

ભુજ, તા. 5 : સ્વયંસિદ્ધા સન્માન કાર્યક્રમમાં 51 શક્તિસ્વરૂપા મહિલા અને પાંચ દીકરીનું સન્માન કરવામાં આવ્યું હતું. ગુજરાત તેમજ બહારથી વિવિધ ક્ષેત્રોમાં પોતાની આગવી ઓળખ ઊભી કરનારી મહિલાઓને સન્માનિત કરવામાં આવી હતી. ભારતીય માનવસેવક સમાજના નેશનલ વાઈસ પ્રેસિડન્ટ ડો. મમતાબેન ભટ્ટે માહિતી આપી હતી. ગુજરાત ટીમ સ્વયંસિદ્ધાના પ્રમુખ ડો. રૂપાલી મોરબિયાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ દરમિયાન 51 શક્તિસ્વરૂપા મહિલાનું સન્માન કરવામાં આવ્યું તેમજ પાંચ દીકરીને પુત્રીરત્ન એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવી હતી. એસઆરકે ઇન્સ્ટિટ્યૂટના વડા હેડ ડો. સુરભી આહીર, મોમ્સ સ્કૂલના ડાયરેક્ટર  મીના દાવડા તથા ઓરલા ઇન્ડસ્ટ્રીઝની  કંચન વરસાણીનો સહયોગ પ્રાપ્ત થયો હતો.  મુખ્ય મહેમાન તરીકે આઈડબલ્યુએ માધાપર લોટસના પ્રમુખ પારૂલબેન કારાદેવીબેન કાનગડ, લાયન્સના રિલિજન્સ ચેરમેન કમલબેન જોશી તથા મૌસમી જોશી મંચસ્થ રહ્યા હતા.  કાર્યક્રમની શરૂઆતમાં શ્રીસૂક્તમ પર સત્વ ડાન્સ એકેડમીની પલ્લવીબેન વરૂ અને તેમની ટીમ દ્વારા ક્લાસિકલ નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું. અંતરા ભટ્ટે સ્વાગત ર્ક્યું હતું. મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરીને કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો હતો. સામાજિક કાર્ય, સમાજ કલ્યાણ, આરોગ્ય, ફેશન, નેતૃત્વ સહિત વિવિધ ક્ષેત્રોમાં કામ કરનારી આત્મનિર્ભર મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સાથે સાથે નાની ઉંમરની દીકરીઓને પણ પુત્રી રત્ન એવોર્ડ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી. પુત્રી રત્ન એવોર્ડથી સન્માનિત થનારી દીકરીઓમાં કયાના આહીર, જૈની શાહ, દ્વિજા  મહેતા, હર્ષિકા પિંડોળિયા, શ્રેયાંશી પરમાર અને અંતરા ભટ્ટનો સમાવેશ થાય છે. કાર્યક્રમમાં કચ્છ જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોર, મનીષભાઈ શાહ, કચ્છ જિલ્લા શિક્ષણ સમાજના પ્રમુખ નયનાસિંહ જાડેજા, ગુજરાત શિક્ષણ સંઘના ઉપપ્રમુખ હરાસિંહ જાડેજા, લો કોલેજના પ્રિન્સિપાલ સૂર્યકાંત સોલંકી અને આશાભાઈ રબારી સહિત અનેક આગેવાનો સહયોગી રહ્યા હતા. તેમનું સન્માન સુનીલભાઈ ગાંધી દ્વારા કરવામાં આવ્યું હતું.  તેમણે પોતાનાં સંબોધનમાં મહિલાઓ માટે કાર્ય કરતી બહેનોને અભિનંદન આપ્યા હતા.  સ્વયંસિદ્ધા ગુજરાત ટીમમાં અર્ચના ગાંધી, કૈલાશભાઈ, ભાવના જોશી, કામિની કુબડિયા, રિંકલ રાજાણી, જયશ્રીબેન સોની, આરતી જાની, જિગીશા જાની, ફાલ્ગુનીબેન રાઠોડ અને રંજનબેન સોની સહિતના સભ્યો દ્વારા સહયોગ મળ્યો હતો. સંચાલન કાજલ ઠક્કરે સંભાળ્યું હતું.  

Panchang

dd