• સોમવાર, 06 એપ્રિલ, 2026

ભુજની આર.ટી.ઓ. રિલો. સાઈટ ખાતે ભુજંગી હનુમાન મંદિરે પ્રાણપ્રતિષ્ઠા ઉત્સવ ઊજવાયો

ભુજ, તા. 5 : શહેરની આર.ટી.ઓ. રિલોકેશન સાઈટ ખાતે શેરી નં. 17-18 અને 19ના રહેવાસીઓ અને  દાતાઓના સહયોગે નવનિર્મિત ભુજંગી હનુમાનજીના મંદિરે પ્રાણપ્ર્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરાયું હતું, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. હનુમાન જયંતીના દિને યોજાયેલા આ કાર્યક્રમમાં સવારે જલયાત્રાજલાધિવાસ, ધાન્યાધિવાસ, મૂર્તિ પ્રતિષ્ઠા, હોમ-હવન અને સાંજે મહાઆરતી સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. શાત્રોક્તવિધિ તુષારભાઈ ભટ્ટે કરાવી હતી. મંદિરના મુખ્ય દાતા પરેશભાઈ પટેલ, મેહુલભાઈ બુદ્ધભટ્ટી અને આનંદભાઈ ગોસ્વામી, જ્યારે મૂર્તિના દાતા તરીકે શંભુભાઈ રબારી, મહાપ્રસાદના દાતા આનંદ ગોસ્વામી (ગુરુ મોબાઈલ), ધ્વજારોહણના દાતા મેહુલ બુદ્ધભટ્ટી અને શિખરના દાતા બિપિન જી. સોની, મહાઆરતીના દાતા વિમલ અને જતિન બુદ્ધભટ્ટી તેમજ રહેવાસીઓ સહિત અન્ય દાતાઓએ સહયોગ આપ્યો હતો.આ પ્રસંગે મુખ્ય દાતાઓ અને વિસ્તારના નગરસેવક કશ્યપ ગોરનું સન્માન કરાયું હતું. પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવા દીપક ચાવડા, પરેશભાઈ પટેલ, નવીનભાઈ પોમલ, બિપિનભાઈ જે. સોની, મહેક કટ્ટા, ભૌતિક પટેલ, અર્જુન પોમલ, રાજુ સોની, ધર્મેશ પોમલ, નિશાંત સોની, નિશિત બુદ્ધભટ્ટી, પ્રવીણ સોની, મન પટેલ  સહિતનાએ જહેમત ઉઠાવી હતી. 

Panchang

dd