કેરા (તા.ભુજ), તા. 5 : લોક કલ્યાણના
હાર્દથી સ્થપાયેલ કેરા-કુન્દનપર લેવા પટેલ શિક્ષણ ટ્રસ્ટે સ્વભંડોળના 15 લાખના ખર્ચે બાલમંદિરનું નવીનીકરણ
કરતાં નૂતન પ્રવેશ અપાયો હતો. કેરા અને કુન્દનપર સ્વામિનારાયણ મંદિરોના સાંખ્યયોગી
બહેનોના હસ્તે પૂજન આરતી બાદ ભૂલકાંઓને પ્રવેશ અપાવાયો હતો. આ પ્રીંગે કુન્દનપરના અગ્રણી
રવજીભાઈ કેરાઈએ ટ્રસ્ટની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. અધ્યક્ષ દેવેન્દ્રભાઈ વાઘજીયાણીએ
વિકાસગાથા વર્ણવી હતી. નવીનીકરણનું સંકલન વિનોદભાઈ રવજી કેરાઈએ કર્યું હતું. અભિવાદન
કાર્યક્રમમાં કુન્દનપરના અગ્રણી મુરજીભાઈ લાલજી પીંડોરીયાની સેવાનોંધ સાથે માનબાઈ દેવજી
હિરાણીનું વિશેષ સન્માન જ્યારે ધનજજી જીણા પીંડોરીયા, વાલજી વેલજી વરસાણી, લાલજી
પરબત હિરાણી, પ્રકાશ ગોપાલ વેકરીયા, દેવેન્દ્ર
લાલજી કેરાઈ, હિતેશભાઈ રાબડિયા, પ્રા.શાળા
સ્ટાફે સૌનું સન્માન કરાયું હતું. કુન્દનપર બાલમંદિરના આચાર્ય મલ્લિકાબેન ડાભી,
શિક્ષણ સલાહકાર કાંતા પટેલ, દિનેશ તલારની નોંધ
લેવાઈ હતી. સંકલન ડો.દિનેશ પાંચાણી, વીણાબેન નારદાણીએ કર્યું
હતું. અગ્રણીઓ રવજી હાલાઈ, ડી.કે. કેરાઈ, પ્રેમજી કેશરા કેરાઈ, નવીનભાઈ પાંચાણી, મુરજી નાનજી, મંદિર પ્રમુખ નારાણભાઈ કેરાઈ, માવજીભાઈ હાલાઈ, હરીશ ખેતાણી, 51 હજારના દાતા અને ટ્રસ્ટી ધીરજભાઈ
લધાણી, જયેશ રૂપારેલ, પ્રશાંત
ભટ્ટ, માવજી વેકરીયા સહિતના અનેક અગ્રણીઓ જોડાયા હતા. ટ્રસ્ટ
દ્વારા નવીનીકરણનો હિસાબ વાંચી સંભળાવાયો હતો.