• સોમવાર, 06 એપ્રિલ, 2026

ગાંધીધામ મહાનગર કોંગ્રેસના કાર્યકરી પ્રમુખની વરણી કરાઈ

ગાંધીધામ, તા. 5 : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા પક્ષના સંગઠનને મજબૂત કરવા માટે ગાંધીધામ મહાનગર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખની વરણી કરવામાં આવી છે.  પ્રદેશ કોંગ્રેસ દ્વારા નીલેશભાઈ ભાનુશાળીને કાર્યકરી પ્રમુખ બનાવવામાં આવ્યા છે, આગામી મહાનગરપાલિકાની ચૂંટણીમાં પક્ષને મજબૂત કરવાની જવાબદારીનો ભાર તેમના ઉપર મુકવામાં આવ્યો છે. આ ઉપરાંત પ્રદેશ કોંગ્રેસ દ્વારા ઇલેક્શન કેમ્પેન કમિટી પણ બનાવવામાં આવી છે, જેના ચેરમેન તરીકે સંજય ગાંધી, સભ્ય વાલજીભાઈ દનીચા, દેવેન્દ્રસિંહ ઝાલા, ચેતનભાઇ જોશી, યાદવેન્દ્રસિંહ જાડેજા સહિત છ સભ્યની નિમણૂક કરવામાં આવી છે.  

Panchang

dd