વિરાણી મોટી (તા. નખત્રાણા),
તા. 4 : અહીં જાહેર
રસ્તા ઉપર રઝળતા 20 જેટલા આખલા
ઓચિંતા યુદ્ધે ચડતાં લોકોના જીવ તાળવે ચોંટે છે. અગાઉ આખલાની હડફેટે વૃદ્ધનું મોત તથા
અનેકને અસ્થિભંગ જેવી ઇજાઓ થઇ છે, ત્યારે
તાજેતરમાં આખલા બાખડતાં એક દશેક વર્ષની બાળકી હડફેટે આવતાં માંડ બચાવ થયો હતો. અત્રે
ઉલ્લેખનીય છે કે, અહીંની ગ્રામ પંચાયત અસ્તિત્વમાં હતી તે સમયે
50 જેટલા આખલાને પૂર્વ સરપંચ પ્રતિનિધિ
ગોવિંદભાઇ બળિયાની ટીમે પાંજરાપોળમાં મોકલી આપ્યા હતા, ફરી છ માસ પછી ઉત્તરોત્તર આખલાના થતા જમાવડાથી
લોકોમાં ભય અને ચિંતા જાગી છે.