ભુજ, તા. 4 : ગત 23મી સપ્ટે.માં રાજ્ય સ્તરની પોલીસ ટીમે બે
કન્ટેનર ભરેલો દોઢ કરોડથી વધુનો શરાબ ઝડપી પાડયો હતો. આ કેસનો નાસતો આરોપી રઘુવીરસિંહ
ઉર્ફે રઘુભા જીલુભા જાડેજા (રહે. નાની ખાખર)ને એલસીબીએ ઝડપી પાડયો છે. આ દરોડા દરમ્યાન
બે શખ્સ ઝડપાયા હતા અને આ માલ કુખ્યાત બુટલેગર અનોપસિંહ રાઠોડે મગાવ્યાનું ખૂલ્યું
હતું. તપાસમાં રઘુવીરાસિંહ ઉર્ફે રઘુભાની પણ સંડોવણી ખૂલતાં એલસીબીએ આ નાસતા આરોપી
રઘુવીરસિંહને સુખપર ટીંબામાં આવેલી તેની વાડી ઉપરથી ઝડપી આગળની કાર્યવાહી અર્થે મુંદરા
પોલીસને સોંપ્યો હતો.