ગાંધીધામ, તા. 4 : કંડલા પોર્ટ વિસ્તારમાં ટ્રાફિક
નિયંત્રણ દરમિયાન સલામતીના નિયમોનું કડક પાલન કરાવવા અને વાહનચાલકોને તેનું પાલન કરવા
માટે પ્રેરિત કરવા સૂચના આપવામાં આવી છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવશે તો
10 એપ્રિલ થી દંડાત્મક કાર્યવાહી
કરવામાં આવશે.પોર્ટ વિસ્તારમાં સલામતીની મજબૂત સંસ્કૃતિ વિકસાવવી તે મુખ્ય પ્રાથમિકતા
છે ટ્રાફિક ગાર્ડ તરીકેની ભૂમિકા સલામતી જાળવવામાં અત્યંત મહત્વપૂર્ણ છે પોર્ટ પ્રશાસનને
પોર્ટ વિસ્તારમાં ટ્રાફિકની વ્યવસ્થા સંભાળનાર 12 ટ્રાફિક ગાર્ડને લોકોમાં ડર ઉભો કરવાની જગ્યાએ તેમના વર્તનમાં
સકારાત્મક ફેરફાર લાવવા માટેના પ્રયત્નો કરવા માટે કહેવામાં આવ્યું છે વાહન ચાલકો અને
કામદારોને સલામતીના નિયમો અંગે સમજાવીને માર્ગદર્શન આપવું અને સલામત વ્યવહાર માટે પ્રોત્સાહિત
કરવા માટે કહ્યું છે. પ્રયત્નો
પછી પણ જો કોઈ પણ વાહન ચાલક સલામતીના નિયમોનું પાલન ન કરે તો તેમની સામે નિયમ મુજબ
દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે તમામ ટ્રાફિક ગાર્ડને પોતાની ફરજ જવાબદારી પૂર્વક
નિભાવવા અને પોર્ટમાં સલામતી અને વ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થા જાળવવા માટે કહેવામાં
આવ્યું છે