ભુજ, તા. 3 : જૈન મહાવીર વિદ્યાલય ખાતે જે.કે.
મોરબિયા ચેરિટેબલ ટ્રસ્ટ, માલિની કિશોર
સંઘવી ફાઉન્ડેશન અને લાયન્સ ક્લબ કચ્છ સાઇટ ફર્સ્ટ સંચાલિત કિડસ ડિસેબિલિટી સેન્ટર
દ્વારા વર્લ્ડ ઓટિઝમ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં 84 બાળકોએ લાભ લીધો હતો. આ પ્રસંગે
રમત-ગમત, સાંસ્કૃતિક કાર્યક્રમ તથા ઓટિઝમ બાળકોની જનજાગૃતિ
માટે સ્ટાફ દ્વારા નાટિકા પ્રસ્તુત કરાઇ હતી.
મુખ્ય મહેમાન માવજીભાઇ સોરઠિયા, કાર્યક્રમના ઉદ્ઘાટા ડિસ્ટ્રીકટ
ગર્વનર અભયભાઇ શાહ, પાસ્ટ ડિસ્ટ્રીકટ ગર્વનર ભરતભાઇ મહેતા અને
મીનાબેન મહેતા તેમજ સિરાચા ગામના સરપંચ ગુલાબસિંહ ચૌહાણ, ડિસ્ટ્રીકટ
સેક્રેટરી સંજયભાઇ ઠક્કર, સામાજિક અગ્રણી રસિક પટેલ તેમજ શરદભાઇ
રાંભિયા- બિદડા સર્વોદય ટ્રસ્ટના ટ્રસ્ટી વિ. હાજર રહ્યા હતા. આવેલા મહેમાનોનું સ્વાગત
સન્માન કરાયું હતું. સંસ્થાના ચેરમેન ધર્મેન્દ્રસિંહ દ્વારા શાબ્દિક સ્વાગત તથા સંસ્થા
પરિચય કરાવાયો હતો. કાર્યક્રમમાં દાતા માવજીભાઇ દ્વારા 1,51,000, ગુલાબસિંહ ચૌહાણ તરફથી 51,000, ભાવેશભાઇ ડાંગર તરફથી 11,000, લતાબેન ભટ્ટ તરફથી 5100 રૂપિયાનું દાન અપાયું હતું. સંચાલન જિતેન ઠક્કર દ્વારા કરાયું
હતું.