નખત્રાણા, તા. 3 : અહીંનાં જૂના આરામગૃહથી શેઠ
કે. વી. હાઇસ્કૂલ સુધીના શહેરમાંથી પસાર થતા ધોરીમાર્ગની સાઇડોમાં લાંબા સમયથી રેતીના
ગંજને કારણે દ્વિચક્રી વાહનો સ્લીપ થઇ જતાં અકસ્માતો સર્જાતા હતા. જોખમી રેતીના ગંજની
સફાઇ કરવા નખત્રાણાના વેપારી તથા કિસાન સંઘના આગેવાનો દ્વારા તંત્રને વારંવાર રજૂઆત
કરવા છતાં કાર્યવાહીના અભાવે અકસ્માત સજાર્ય તે પહેલાં વેપારી સંસ્થાઓ તથા કિસાન સંઘ
દ્વારા કાર્યવાહી પૂર્ણ કરાઇ હતી. ભારતીય કિસાન સંઘ નખત્રાણા સમિતિના પ્રમુખ જગદીશભાઇ
કેશરાણીએ જેસીબી મશીન તથા ટ્રેક્ટર ઉપલબ્ધ કરાવ્યા હતા.