ભુજ, તા. 3 : કચ્છની ધરતીમાં એક ગજબની તાકાત
છે. અહીંના ખેડૂતોએ પોતાના પુરુષાર્થ થકી કચ્છે કૃષિ ક્ષેત્રે ક્રાંતિ આણી છે, તેવું ભુજમાં નર્મી સંસ્થા અને કચ્છમિત્ર આયોજિત
1પમા હાઈટેક કૃષિ મેળાના ઉદ્ઘાટન સમારોહમાં
ઉપસ્થિત અગ્રણીઓ દ્વારા જણાવાયું હતું. પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવાની પણ હાકલ ધરતીપુત્રોને
કરવામાં આવી હતી. - ધરતીમાતાનાં પૂજન સાથે પ્રારંભ
: ખેડૂતોના પ્રતિભા, પરિશ્રમ, પ્રયોગશીલતાને
પોંખવાના પ્રસંગ સમાન કચ્છમિત્ર અને નર્મી સંસ્થા આયોજિત હાઈટેક કૃષિ મેળાનો પ્રારંભ
ધરતીમાતાનું પૂજન કરી વિશિષ્ટ રીતે કરવામાં આવયો હતો. ઉપસ્થિત અગ્રણીઓએ તુલસી કૂંડામાં
જળ રેડી આ પૂજન કર્યું હતું. આ અવસરે જય જવાન, જય કિસાન અને ધરતીમાતા
કી જયનો જયઘોષ બોલાવાયો હતો. - કચ્છની કૃષિક્રાંતિ દેશ-દુનિયા માટે મિશાલરૂપ : સાંસદ વિનોદ
ચાવડાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં કચ્છની કૃષિક્રાંતિને દેશ-દુનિયા માટે મિશાલરૂપ ગણાવી
હતી. વિનોદભાઈએ કહ્યું કે, કૃષિ મેળાની
શરૂઆત 200પમાં તત્કાલીન મુખ્યમંત્રી
અને વર્તમાનમાં દેશના વડાપ્રધાન નરેનદ્રભાઈ મોદીએ કરાવી હતી. કચ્છમાં કૃષિ અને પશુપાલનના
ક્ષેત્રના વિકાસ માટે હજુ ઘણું કરવાનું બાકી છે,
તેમ કહી રાજ્ય સરકારે કચ્છને કૃષિ અને પશુપાલન કોલેજની ભેટ આપતાં આગામી
સમયમાં વિકાસનો નવો અધ્યાય આલેખાશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. વિનોદભાઈએ કચ્છમિત્રના
અભિગમને બિરદાવતાં કહ્યું કે, કચ્છના આ જનપ્રિય અખબારે દરેક ક્ષેત્રમાં
પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવતું યોગદાન આપી ખરા અર્થમાં મિત્રની ભૂમિકા ભજવી છે.
અદાણી પોર્ટ એસઇઝેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રક્ષિત શાહે કૃષિ મેળાની મુલાકાત
લઇને ખેતી-બાગાયત ક્ષેત્રે પ્રાકૃતિક ઉપાયો અને અદ્યતન ટેક્નોલોજીના સમન્વય પર આનંદ
વ્યક્ત કરીને કહ્યું કે, આવાં આયોજનથી કચ્છના ખેડૂતાકેને ઘણો
ફાયદો થશે. - ગ્રામ્ય અર્થવ્યવસ્થાનો
આધાર : જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદે સંબોધન
કરતાં કહ્યું કે, કૃષિ અને પશુપાલન
એ ગ્રામ્ય અર્થવ્યવસ્થાનો મહત્ત્વનો આધાર છે, તેમ કહેતાં જો ગામડાં
ધબકશે અને કૃષિ-પશુપાલન ક્ષેત્રનો સુયોજિત વિકાસ થશે તો ભાતરનો વિશ્વગુરુ બનવાનો માર્ગ
વધુ આસાન બનશે. દેવજીભાઈએ સર્વે સંતુ સુખીના,
સર્વે સંતુ નિરામયાની પકિલ્પના સાકાર કરવામાં આવાં આયોજનો મહત્ત્વના
સબિત થશે તેમ કહી આરોગ્યપ્રદ જીવન પ્રદાન કરવા માટે ઝેરમુક્ત ખેતી કરવા સૌને આહ્વાન
કર્યું હતું. - ગાય આધારિત
ખેતી : કિસાન અગ્રણી અને પ્રગતિશીલ ખેડૂત વેલજીભાઈ
ભુડિયાએ ગાય આધારિત ખેતી પ્રણાલી અપનાવવા પર
ભાર મૂક્યો હતો. પોતાની તળપદી ભાષામાં વેલજીભાઈએ ઉદ્બોધન કરતાં કહ્યું કે, ખેડૂતને અન્નદાતા કહેવામાં આવે છે, ત્યારે રસાયણમુક્ત ખેતી કરી લોકોને સ્વાસ્થ્યપ્રદ જીવન પ્રદાન ધરતીપુત્રો કરે
તેવી અપીલ કરી હતી. 200પમાં નરેન્દ્રભાઈને
મળી કઈ રીતે આ કૃષિ મેળાનો આરંભ થયો તેનાં સંસ્મરણો વાગોળ્યાં હતાં. ગાયના દૂધની તાકાતની
વાત કરી દૂધ-ગોબર સહિતને ખેતી માટે પારસમણિ સમાન ગણાવ્યા હતા .- ખેતીમાં આમૂલ પરિવર્તન : બજાર અને સરકાર વચ્ચે સેતુ રચતા આ કૃષિ મેળામાં પ્રાસંગિક વક્તવ્ય
આપતાં કચ્છમિત્રના તંત્રી દીપકભાઈ માંકડે કૃષિ મેળાએ ખેતીમાં આમૂલ પરિવર્તન લાવવામાં
સેતુરૂપ ભૂમિકા ભજવી હોવાનું જણાવ્યું હતું. 200પમાં શરૂ થયેલો આ યજ્ઞ અવિરત જારી રહ્યો છે, એ સમયે ટપક સિંચાઇમાં કચ્છના 300 ખેડૂતો માંડ જોડાયા હતા, આજે 65 હજાર ખેડૂતોએ એ પદ્ધતિ અપનાવી છે. કચ્છમિત્રની હર ઘર જ્ઞાનથી
લઇને ડિજિટલ સૂર્યાસ્ત સહિતની પહેલની વિગતો આપી હતી. આરંભે નર્મી સંસ્થાના પ્રશાંત
પટેલે શાબ્દિક આવકાર આપ્યા બાદ મંચસ્થ મહેમાનોનું સ્વાગત કરાયું હતું. ભુજ શહેરના મિરજાપર
રોડ સ્થિત પ્રાઈમ લોકેશન ગ્રાઉન્ડ ખાતે આયોજિત હાઈટેક કૃષિ મેળાના આરંભ વેળાએ સાંસદ
વિનોદ ચાવડા, અદાણી પોર્ટ સેઝના એક્ઝિક્યુટિવ
ડાયરેક્ટર રક્ષિતભાઈ શાહ, જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ,
એગ્રોસેલના એમ.ડી. ચૈતન્ય શ્રોફ, સરહદ ડેરીના ચેરમેન
વલમજી હુંબલ, કિસાન અગ્રણી વેલજીભાઇ ભુડિયા, હરેશ મોરારજી ઠક્કર, અંગદાન જાગૃતિના પ્રણેતા દિલીપભાઈ
દેશમુખ, કચ્છમિત્રના મેનેજર મુકેશ ધોળકિયા, મદદનીશ તંત્રી નિખિલ પંડયા, મદદનીશ વ્યવસ્થાપક હુસેન
વેજલાણી સહિત કિસાનો તેમજ અન્ય અગ્રણીઓ, કચ્છમિત્ર પરિવારના સભ્યો
હાજર રહ્યા હતા. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વી. કે. હુંબલ વ્યસ્તતાને લીધે ઉપસ્થિત રહી
શક્યા નહોતા. નર્મી સંસ્થા અને કચ્છમિત્ર દ્વારા મુખ્ય પ્રાયોજક એગ્રોસેલ ઈન્ડસ્ટ્રીઝ,
અદાણી ફાઉન્ડેશન, અદાણી પેટ્રોકેમિકલ્સના મુખ્ય
સહયોગથી આયોજિત 15મા હાઈટેક
કૃષિ મેળામાં અલગ- અલગ સ્ટોલ ગોઠવાયા છે, જેમાં અવનવાં ખેતીનાં સાધનો રાખવામાં
આવ્યાં છે. પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકોએ હાઈટેક કૃષિ મેળાની મુલાકત લીધી હતી.
સંચાલન અંબર અંજારિયા અને આભારવિધિ ગુંજનબેન માવાણીએ કર્યા હતા. નર્મી સંસ્થાના પ્રતીક્ષાબેન
પટેલ, ભવ્ય પટેલ, ભાગ્ય પટેલ, કાંતિભાઇ વેલાણી, વનરાજ કુવાડિયા, અનુપ માવણી, જેનીસ વાસાણી, પ્રભુલાલ
વાસાણી સહિત કાર્યકરો સહ ાઁગી રહ્યા હતા. કૃષિ મેળાના પ્રથમ દિવસે ભારતીય કિસાન સંઘના
અગ્રણીઓ, લેવા પટેલ સમાજના અરજણભાઇ પિંડોરિયા, કેશુભાઇ પારસિયા, મદદનીશ ખેતીવાડી અધિકારી શાંતિલાલ પ્રજાપતિ
સહિત અગ્રણીઓએ મુલાકાત લીધી હતી. - આજે `સેતુ' સેમિનાર; ખેડૂતમિત્રોને
આમંત્રણ : કૃષિ મેળાના
બીજા દિવસે શનિવારની સવારે 10થી 12 વાગ્યા સુધી યોજાનારા સેમિનારમાં
મનોજભાઇ સોલંકી, રતિલાલ શેઠિયા,
જયદીપ ગોસ્વામી ઉપયોગી માર્ગદર્શન આપશે. કચ્છભરમાંથી ખેડૂતોને સમયસર
આવીને લાભ લેવા અપીલ કરાઇ છે.