• ગુરુવાર, 03 જુલાઈ, 2025

અબડાસાના પ્રાંત અધિકારીએ પુત્રને આંગણવાડીમાં પ્રવેશ અપાવી દાખલો બેસાડયો

ભુજ, તા. 2 : આજના આધુનિક યુગમાં શિક્ષણ પદ્ધતિની સાથેસાથે શિક્ષણ પ્રાપ્ત કરવાનું નજરાણું પણ બદલાઈ ગયું છે. વાલીઓ બાળકોના પ્રાથમિક શિક્ષણને લઈને ચિંતિત હોય છે. સામાન્ય રીતે વાલીઓ પૈસા ખર્ચીને અંગ્રેજી માધ્યમ/ખાનગી શાળા કે પ્રિ-સ્કૂલમાં  એડમિશન અપાવતા હોય છે. આવા સમયે અબડાસા તાલુકાના નાયબ કલેક્ટર   કે.જે. વાઘેલાએ પોતાના બાળકને સરકારી આંગણવાડીમાં દાખલ કરીને લોકો માટે પ્રેરણારૂપી પહેલ શરૂ કરી હતી. આ બાબતે પ્રાંત અધિકારી શ્રી વાઘેલા જણાવે છે કે, ગુજરાત રાજ્યમાં સરકારી શાળામાં/આંગણવાડીમાં બાળકોને ભણાવવા તથા બાળકને માતૃભાષામાં શિક્ષણ પ્રાપ્ત થાય તે આવશ્યક છે. બાળક પર શિક્ષણનું ભારણ ન રહે તે રીતે બાળકના સંપૂર્ણ વિકાસ માટે બાળકને પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં પ્રાપ્ત થાય તે દિશામાં દરેક વાલીગણ દ્વારા વિચારણા કરવામાં આવે, તો તેના સારાં પરિણામ સાથે સમાજમાં બદલાવ લાવી શકાશે. આમ બાળકનાં ભવિષ્યનું વિચારી સમાજને તથા દરેક વાલીને એક દિશા નિર્દેશ પણ છે. 

Panchang

dd