• ગુરુવાર, 03 જુલાઈ, 2025

પશ્ચિમ કચ્છ પોલીસમાં પાંચ કર્મચારી વયનિવૃત્ત થતાં ભાવભેર વિદાય

ભુજ, તા. 2 : પશ્ચિમ કચ્છ પોલીસ દળમાં પાંચ પોલીસ કર્મચારી નિવૃત્ત થતાં એસ.પી. કચેરી ખાતે વિદાય સમારંભ યોજી તેઓને ભાવભેર વિદાય અપાઈ હતી. નાયબ પોલીસ અધીક્ષક એમ. જે. ક્રિશ્ચિયનના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ વિદાયમાન સમારંભમાં લીવ રિઝર્વ ભુજના પીએસઆઈ એસ.ટી. મહેશ્વરી, પોલીસ કન્ટ્રોલના ઈન્ચાર્જ એએસઆઈ ખીમજીભાઈ મગનભાઈ મહેશ્વરી, એસઆઈ સ્વરૂપસિંહ નવઘણસિંહ જાડેજા, એએસઆઈ પૂંજાભાઈ વીરાભાઈ ખરેટ અને હેડ કોન્સ્ટેબલ ચંદનસિંહ મનુભાઈ ચૌહાણને ભાવભેર વિદાય અપાઈ હતી. તમામનું નિવૃત્ત જીવન આરોગ્યપ્રદ અને સુખરૂપ નીવડે તેવી કામના કરાઈ હતી. આ પ્રસંગે આર.પી.આઈ. આર. જે. રાતડા, પીઆઈ કે.એ. જાડેજા, પોલીસ અધીક્ષક કચેરીના ઓ.એસ. એસ.પી. મારૂ, કર્મચારીઓ દિનેશભાઈ રોશિયા, રિતુલભાઈ નાડોદા, અલ્કેશભાઈ સુથાર, પોલીસ અધીક્ષકના પીએ રાજ સોલંકી, રતનભાઈ ગઢવી, હરદીપસિંહ, નાયબ પોલીસ અધીક્ષક વિભાગના હે.કો. અમૃતભાઈ મહેશ્વરી, વિનોભાઈ મહેશ્વરી, અરજી શાખાના એએસઆઈ જગદીશ મહેશ્વરી, કન્ટ્રોલ રૂમના કોન્સ. ઋષિરાજસિંહ જાડેજા, શૈલેશભાઈ આહીર, મુકેશભાઈ ચૌધરી, આર્મર હેડ એએસઆઈ શૈલેશભાઈ સોની, મહિલા પોલીસ કર્મચારી જયાબેન મહેશ્વરી તેમજ અન્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા. 

Panchang

dd