મુંબઈ, તા. 2 : કચ્છી મહિલા ફેડરેશન દ્વારા
કચ્છી નવાં વર્ષની ઉજવણી અનોખી રીતે કરી હતી. ત્રણ વર્ષથી 21 વર્ષનાં બાળકથી યુવાન સુધીના
33 જણે ચાર્મી સતરા-ભેદાના મ્યુઝિકલ
સેટઅપમાં કચ્છી-ગુજરાતી કવિતાઓ ગાઈને સૌને મંત્રમુગ્ધ કરી દીધા હતા. પાનબાઈ ગડા, જ્યોતિ ઝવેરી, રમિલા સાવલા
સાથે ચાર્મીએ નવકારમંત્રથી કાર્યક્રમની શરૂઆત કરી હતી. જ્યોતિ ઝવેરી સાવલાએ કાર્યક્રમની
આછેરી ઝલક આપી. બાળકોનાં મમ્મી, પપ્પા સાથેના નામની સાથોસાથ દાદા-દાદી,
નાના-નાનીની પણ ઓળખાણ મનીષા ગંગર, જ્યોતિ ઝવેરી,
ભવ્યા દેઢિયાએ કરાવી. ફાલ્ગુની છેડાએ સર્ટિફિકેટ આપ્યાં હતાં. કચ્છી
ભાષાને ગૂંજતી કરવા પ્રયાસ કરનાર ડો. વિશન નાગડા ઉપસ્થિત રહ્યા હતા. મોનજીભાઈના હસ્તે
શાલથી તેમનું સન્માન કરાયું હતું. બાળકો અને સંસ્થાને વધાવી તેમણે આ પ્રયાસ માટે અભિનંદન
આપી શુભેચ્છાઓ આપી હતી.રિહર્સલ રાઉન્ડમાં સૌને શ્રેષ્ઠ માર્ગદર્શન આપનાર, પ્રોત્સાહિત કરનાર ચાર્મી સતરા ભેદાનું સન્માન રમિલાબેન કાંતિલાલ સાવલા અને
હર્ષાબેન રાજેન ગંગરે ર્ક્યું હતું. સ્પર્ધાત્મક યુગમાં વિજેતા બનવાની હોડની પ્રથાને
તિલાંજલિ આપી સ્ટેજ શો માટે પસંદગી પામેલાં દરેક બાળકને સંસ્થા તરફથી રૂા. 1000 અને સર્ટિફિકેટથી નવાજવામાં
આવ્યા હતા. સંસ્થાના શુભચિંતક મોનજીભાઈ કોરશી શાહના દોહિત્ર વરુણ રીટા ધીરેન ગાલા
(નવીનાળ)ના જન્મદિવસની ઉજવણી નિમિત્તે દરેક બાળકને પ્રોત્સાહન રૂપે રૂા. 1000 અપાયા હતા. ડો. વિશન નાગડા, મોનજીભાઈ, રમિલા સાવલા,
પ્રભાબેન મારુ, તારામતી ગાલા, હેમલતાબેન ગડાના હસ્તે બાળકોને ભેટ અપાઈ હતી. મોનજીભાઈ કોરશી શાહ-કોટડી,
તારામતીબેન વસનજી ગાલા-ડુમરા, હેમલતાબેન હંસરાજ
ગડા-બાડા અને ચાર્મી સતરા ભેદાએ અનુદાનની વર્ષા વરસાવી હતી. સંસ્થાની કારોબારીના સભ્યો
શીલા ગડા, નીતા ગડા, હર્ષા ગાલા,
નીતા વિસરિયા, જ્યોતિ જિતેન્દ્ર સાવલા,
તૃપ્તિ સાવલા, ભાવના વોરા, નલિની દેઢિયા, પ્રીતિ હરિયા, કુસુમ
વોરા, લીના ગોગરી, નિકિતા સાવલાના સાથ-સહકારથી
કાર્યક્રમ દીપી ઊઠયો હતો.