ભુજ, તા. 2 : આશાપુરા ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ
દ્વારા સંચાલિત આશાપુરા ફાઉન્ડેશન દ્વારા મુંદરા,
માંડવી, લખપત, અબડાસા,
ભુજના મળીને 80 ગામની શાળાના 10 હજાર છાત્રને નોટબુકનું વિતરણ
કરાયું હતું. કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ યોજાય છે તેમાં પણ પ્રવેશ મેળવતા બાલવાટિકાના
1100 બાળકને સ્કૂલબેગ, પાટીપેન, અંકોડી સાથેની
કિટ આપવામાં આવી હતી. આશાપુરા કંપનીના અધિકારીઓ પ્રકાશ ગોર, જયેશ
ઠાકર, આનંદ પરમાર, સુધીર પાઠક, હિતેશ જોષી, જિતેન્દ્ર કુશવાહા, હરીશ હુરમાડે વગેરેએ પ્રેરણાબળ પૂરું
પાડયું હતું. હસ્મિતાબેન ત્રિવેદીનાં માર્ગદર્શનથી નૈમિષાબેન, વંદનાબેન, હિનાબેન, હુસેનભાઇ,
શકીલભાઇ વગેરેએ જવાબદારી ઉપાડી હતી. આશાપુરા ફાઉન્ડેશનના દીનાબેન ચેતનભાઇ
શાહે શિક્ષણની પ્રવૃત્તિઓનો વ્યાપ વધે એવી શુભેચ્છાઓ પાઠવી હતી.