• ગુરુવાર, 01 મે, 2025

કચ્છભરમાં પરશુરામ જન્મોત્સવની ભાવથી ઉજવણી

ભુજ, તા. 29 : હિન્દુ પરંપરા અનુસાર ભગવાન પરશુરામ વિષ્ણુના છઠ્ઠા અવતાર માનવામાં આવે છે. આજે ભગવાન પરશુરામ જન્મોત્સવ નિમિત્તે કચ્છભરમાં ભાવભેર ઉજવણી થઇ હતી. શત્રુઓ પર વિજય મેળવવા ભગવાન પરશુરામની પૂજા કરાય છે અને ભગવાન વિષ્ણુને સંપત્તિ તથા સફળતા માટે પ્રાર્થના કરાય છે. આજે ઉજવણીએ શોભાયાત્રા સહિતના  કાર્યક્રમો યોજાયા હતા. સમગ્ર કચ્છમાં  વિવિધ સ્થળોએ  વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવભેર ઉજવણી કરાઇ હતી. - ભુજમાં શોભાયાત્રા : ભુજમાં સમસ્ત બ્રહ્મસમાજ, યુવા પાંખ અને મહિલા પાંખના નેજા હેઠળ યોજાયેલા કાર્યક્રમ અંતર્ગત સવારે મહાદેવ નાકામનઇ ફળિયા, આરટીઓ રિલોકેશન અને માધાપર સ્થિત પરશુરામ મંદિરે પૂજન-અર્ચન તથા હોમાત્મક યજ્ઞનું આયોજન કરાયું હતું. સાંજે મહાદેવ ગેટથી મુંદરા રોડ ટીન સિટી સુધી વાજતે-ગાજતે શોભાયાત્રા નીકળી હતી. શોભાયાત્રા પરશુરામ ચોકથી ડો. હેડગેવાર માર્ગ, પેટ્રોલપંપ, રાજન ફર્નિચર, ઇન્દિરાબાઇ પાર્ક, વી. ડી. હાઇસ્કૂલ, પરશુરામ કાર્યાલય, જ્યુબિલી ગ્રાઉન્ડ, ટીન સિટી મેદાન સુધી પહોંચી હતી. ધજાઓ સાથે પરશુરામ ભગવાનના નારા સાથે તથા રાસ-ગરબા લેતા ભકતોનો સમગ્ર ભુજમાં ધમધમાટ જોવા મળ્યો હતો. ભગવાન પરશુરામની કૃતિથી સજ્જ મોટરે આકર્ષણ જમાવ્યું હતું. બહોળી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને સમગ્ર વાતાવરણ ભક્તિભય બન્યું હતું. આ પ્રસંગે  દેશભક્તિના ગીતોની ગુંજથી પહેલગામમાં આતંકીઓ દ્વારા મૃત્યુ પામેલા દેશવાસીઓને યાદ કરી અમર રહે એવા નારા સાથે દરેક મૃતકના  નામ લખેલા બેનરો સાથે વિશેષ શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ હતી. ટીન સિટી ગ્રાઉન્ડમાં મહાપ્રસાદ યોજાયો હતો.આ સાથે મૌન પાળી શહીદોની આત્માની શાંતિ અર્થે પ્રાર્થના કરાઇ હતી. નખત્રાણામાં શોભાયાત્રા : સમસ્ત બ્રહ્મસમાજના ઉપક્રમે ભગવાન પરશુરામની જન્મજયંતીની ઉજવણી પ્રસંગે હોમહવન, પૂજન, આરતી, શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. સિદ્ધેશ્વર મહાદેવ મંદિરે ભગવાન પરશુરામની મૂર્તિના પૂજન-અર્ચન, આરતી, હોમહવનના કાર્યક્રમ યોજાયા હતા. તે બાદ શોભાયોત્રા નીકળી હતી. દાતાઓ - અગ્રણીઓના સત્કાર-સન્માન, સમૂહ મહાપ્રસાદ યોજાયો હતો. કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા નિર્દોષ સહેલાણીઓની કરવામાં આવેલ ક્રૂર હત્યાને સખત શબ્દોમાં વખોડી ગુનેગારોની સખતમાં સખત સજા થવાની માંગ સાથે પૂતળાં દહન કરવામાં આવ્યું. ન.તા. બ્રહ્મસમાજના પ્રમુખ પ્રકાશ જોશી, અનિલ રાજગોર, ઉપપ્રમુખ ડો. સુભાષ જોશી, દિનેશ જોશી, વિપુલ ગોર, રાજેશ ગોર, મિતેશ સોનપાર, જૈમીન અબોટી, રાજ રાજગોર, કુસુમબેન જોશી (પ્રમુખ મહિલા મંડળ), સરોજબેન જોશી, જયશ્રીબેન જોશી, ભક્તિબેન જોશીએ વ્યવસ્થામાં સહયોગ આપ્યો હતો. ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, તા. ભાજપ પ્રમુખ ધર્મેશ કેશરાણી, મંત્રી હરિસિંહ રાઠોડ, જિતેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. - ગાંધીધામ-આદિપુરમાં ઉજવણી : ગાંધીધામ-આદિપુર જય પરશુરામ સેવા બ્રહ્મસમાજ અને બ્રહ્મસમાજ મહિલા મંડળ દ્વારા પરશુરામ જયંતી નિમિત્તે ગાંધીધામ ખાતે રથયાત્રાનું આયોજન કરાયું હતું, જેને આદિપુર પંચમુખી હનુમાન મંદિરના મહંત બ્રહ્મચારી પ્રકાશનંદજી મહારાજ તથા કંડલા શિવ મંદિરના મહંત કૈલાશગિરિએ કેસરી ઝંડી ફરકાવી પ્રસ્થાન કરાવ્યું હતું, અગ્રણીઓ ડો. મનીષ પંડયા, ડો. નરેશ જોશી, મધુસૂદન ભટ્ટ, જ.પ.સે. બ્ર. સમાજના પ્રમુખ મેહુલ રાવલ, પૂર્વ પ્રમુખ રાજેશ ધારક, દીપેશ ભટ્ટ, પ્રતીક જોશી, સંદીપ વ્યાસ, મ.મં.ના સંયોજિકા પન્નાબેન જોશી તથા અન્યો ઉપસ્થિત રહ્યા હતા. રથયાત્રામાં વિવિધ બ્રાહ્મણ જ્ઞાતિઓના અગ્રણીઓ તથા પરિવારજનો જોડાયા હતા. હિતેશ દવેના યજમાન પદે નારાયણ યજ્ઞમાં તથા સમૂહ વિષ્ણુ સહત્ર પાઠમાં સૌ જોડાયા હતા. સંચાલન ઉમેશ પંડયા, દીપેશ ભટ્ટે કર્યું હતું. મહાપ્રસાદ યોજાયો હતો. આદિપુર ખાતે યોજાયેલ શોભાયાત્રાનો પ્રારંભ રામકૃષ્ણ મઠના સ્વામી મંત્રેશ્વરાનંદજીએ પૂજન બાદ કરાવ્યો હતો. મહિલા મંડલના પ્રમુખ પન્નાબેને સૌને આવકાર્યા હતા. નગર પરિક્રમા બાદ વંદના ગરબીચોક ખાતે સમાપન બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું. મહાઆરતી, દાતાઓનું સન્માન કરાયું હતું. આયોજનમાં હેતલ ઓઝા, પ્રીતિ જોશી, રેખા પંડયા, કાજલ ઓઝા, લીના ધારક તથા અન્યોએ સહયોગ આપ્યો હતો. ગાંધીધામ : બાઇકરેલી-શોભાયાત્રા : ગાંધીધામ ખાતે સમસ્ત બ્રહ્મસમાજ ગાંધીધામ તાલુકા દ્વારા પરશુરામ જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. પહેલગામ આતંકવાદી હુમલાના મૃતકોને અંજલિ આપવા શાંતિયાત્રા યોજવામાં આવી હતી. બાઈક રેલી અને શોભાયાત્રા રદ કરી  શાંતિયાત્રાનું આયોજન કરાયું હતુ.  પંચમુખી હનુમાન મંદિરના મહંત  પ્રકાશાનંદ મહારાજસર્વેશ્વર મહાદેવ મંદિર કંડલાના મહંત કૈલાશપુરી, માલારા મહાદેવ મંદિરના મહંત ચેતનગિરિ તથા સમાજના પૂર્વ પ્રમુખ આશિષ જોષીના હસ્તે પરશુરામ ભગવાનની પૂજા કરી  શાંતિયાત્રા શરૂ કરવામાં આવી હતી.  ઝંડાચોકથી ચાવલા કાફે, મેઇન માર્કેટમાં થઇને ગાંધી માર્કેટ  પૂર્ણ થઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા.  પ્રકાશાનંદ મહારાજે આતંકવાદી હુમલાનો પુર જોરથી વિરોધ દર્શાવી સરકાર દ્વારા નિર્ણયાત્મક પગલાંઓ લેવાની અપીલ કરી હતી. રેલી દરમ્યાન મૃતકોની સદ્ગતીમાટે વૈદિક મંત્રો, શાંતિપાઠનું પઠન કરાયું હતું.  મૌન તથા હનુમાન ચાલીસા દ્વારા દિવંગતોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.  પૂર્વ કચ્છ જિલ્લા બ્રહ્મસમાજ પ્રમુખ શ્રી જોષીએસ.આર.સી ડાયરેક્ટર નીલેષ પંડયાનાયબ પોલીસ વડા અલ્પેશ રાજગોર, શહેર ભાજપ પ્રમુખ વિજય પરમાર , જિલ્લા ભાજપ ઉપપ્રમુખ  મીનાક્ષીબેન ભટ્ટ, પુનિતભાઇ દૂધરેજિયા, ભરતભાઇ મીરાણીમધુકાન્ત શાહ, સુરેશભાઇ દુવા (ભાજપા), સુધરાઈના  પૂર્વ પ્રમુખ તેજશ  શેઠજિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રાસિંહ જાડેજા, કોંગ્રેસ આગેવાન  ભરતભાઇ સોલંકી, રાજભા ગઢવી, પાંચ પરગણા પ્રમુખ રમેશભાઇ જોષી, સારસ્વત સમાજના પ્રમુખ મહેન્દ્ર જોષી, ઔદિચ્ય બ્રહ્મસમાજ પ્રમુખ ભાવેશ  ઠાકર, સેવક બ્રહ્મસમાજના  દીપક આચાર્યપરેજિયા રાજગોર સમાજના ધરશીભાઇ મસુરિયા વિગેરે જોડાયા હતા. આ ઉજવણી અંતર્ગત ભજન સંધ્યા, સહિતના કાર્યક્રમોનું આયોજન કરાયું હતું. આ ઉત્સવમાં આવેલું તમામ ડોનેશન-ઘોર બ્રહ્મસમાજ તરફથી મુખ્ય ગૌશાળામાં સદ્ગતને શ્રદ્ધાંજલિ રૂપે  આપવામાં આવશે તેવું બ્રહ્મસમાજ પ્રમુખ ભાવેશભાઈ મઢવીએ જણાવ્યું હતું.  આયોજનમાં મહામંત્રી  સતિશભાઈ મોતા, ઉપપ્રમુખ રાજેન્દ્રભાઈ સુરાણી, અશ્વિન ત્રિવેદી, યુવક મંડળ ઉપપ્રમુખ  વિરભાઈ જોષી, વિરલભાઈ, મીતેશભાઇ, મહિલા મંડળનાં વૈભવીબેન, તૃપ્તિબેન, બીનાબેન, કાજલબેન વગેરે સહયોગી બન્યાં હતાં. - રાપરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો : ભગવાન પરશુરામના જન્મોત્સવ નિમિત્તે રાપરમાં ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી. જાગેશ્ચર મંદિર ખાતે શાત્રોકતવિધિથી પૂજા-અર્ચના કરી ભગવાન પરશુરામની આરતી કરાઈ હતી. શોભાયાત્રા જેમાં આગેવાનો મનુભાઇ રાજગોર, ભરત મઢવી, મેહુલભાઇ જોશી, ભરત મસુરિયા, અનોપાસિંહ વાઘેલા, મદુભા વાઘેલા, જગુભા જાડેજા, સંજય ત્રિવેદી, કેશુભા વાઘેલા, જિગર રાજગોર, ઉમેશ સોની, શાત્રી ગૌતમ પંડયા, રમેશભાઈ વરણવા, રોહિતભાઈ રાજગોર, સંજય જોષી, જયદેવ બાસપિયા, કિશોર રાજગોર, ગૌરીશંકર મઢવી, બળવંત જોશી, હસમુખ ખાંડેકા, દર્શન જોશી, ભાવેશ ભટૈયા, બળદેવ ગામોટ, સાગર પંડયા, પીયૂષ પંડયા, સોની સમાજના પ્રમુખ વિનોદભાઈ સોની, લાલજી કારોત્રા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. દેના બેન્ક ચોક ખાતે પહેલગામ હુમલામાં માર્યા ગયેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી. રાપર પીઆઇ જે.બી.બુબડિયા, પીએસઆઇ પી.એલ.ફણેજા તથા પોલીસ સ્ટાફ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રાયમલ બાપાની મઢી ખાતે મહાપૂજા અને મહાપ્રસાદનુ આયોજન કરવામાં આવ્યું હતું. - ભુજ ખાતે વિવિધ સેવાકાર્યો : ભુજ શહેરની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા પરશુરામ જયંતીએ કપડાંનું વિતરણ, બાળકોને ઠંડાંપીણાં, અલ્પાહારની વ્યવસ્થા, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સમાજના પૂર્વ પ્રમુખ નયનભાઈ શુક્લાના અને વાયબલ હોસ્પિટલના ડો. માલિંદભાઈ જોશી દ્વારા રાશનકિટ આપવામાં આવી હતી. સત્યમ સંસ્થા અધ્યક્ષ દર્શકભાઈ અંતાણી, નરેન્દ્રભાઈ સ્વાદિયા, મનજીભાઈ ગામોટ, નર્મદાબેન ગામોટ, રાજુલાબેન શાહ (કારાણી) વગેરે આ સેવાકાર્યોમાં જોડાયા હતા. દરબારગઢ કન્યા શાળાના શિક્ષિકા અને નરાસિંહમહેતા નગરના મહિલા અગ્રણી ગવરીબેન (નીતાબેન) ચૌહાણ તેમજ શક્તિ ચૌહાણ દ્વારા કપડાં વિતરણ તથા રામુબેન પટેલ દ્વારા પાણીના કુંડા અને ચકલીઘરના વિતરણ સાથે જીવદયા પ્રવૃત્તિ પણ કરવામાં આવી હતી. પાણીની પરબ દ્વારા રાહદારીઓને ઠંડી છાશ તથા પાણીનું વિતરણ પંકજબેન નરેશ વચ્છરાજાની તરફથી કરવામાં આવ્યું હતું. નયનભાઈ શુક્લા પરિવારે સહયોગ આપ્યો હતો. વાહનવ્યવસ્થા ધીરેનભાઈ ઠક્કર દ્વારા કરાઈ હતી. - અંજાર જય પરશુરામના નાદથી ગુંજી ઊઠ્યું  : અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મસમાજના આરાધ્યદેવ ભગવાન પરશુરામની જન્મજયંતીની ઉજવણી સાદગી સાથે કરવામાં આવી હતી, જેમાં ભગવાન પરશુરામજી જન્મોત્સવ નિમિત્તે પરશુરામધામ ખાતે ભગવાન પરશુરામની મહાઆરતી કરવામાં આવી હતી, જેમાં બ્રહ્મસમાજના ભાઈ-બહેનો જોડાયા હતા. પરશુરામધામ ખાતે બ્રહ્મસમાજના જિતેન્દ્રભાઈ જોશીની આગેવાની હેઠળ ફાલ્ગુનીબેન જાની, ભક્તિબેન પંડ્યા, નયનભાઈ નાયક વગેરે કલાકારોએ સંગીતમય આરતી રજૂ કરી હતી. સાંજે નીલકંઠ મહાદેવ મંદિર સવાસર નાકા મધ્યે ભગવાન પરશુરામજીની પ્રતિમાનું પ્રમુખ હિરેનભાઈ ખાંડેકા તથા સમસ્ત કારોબારી સહિતના સૌએ ષોડશોપચાર પૂજન કર્યું હતું. શાત્રોક્તવિધિ દેવેનભાઈ કનકચંદ્ર વ્યાસે કરાવી હતી. સાંજે નીકળેલી શોભાયાત્રા ભારત માતા, રાંદલ માતા, ગાયત્રી હવન સહિતની વિવિધ ઝાંખીઓ સાથે શહેરના રાજમાર્ગો પરથી પસાર થઈ ટાઉનહોલ પહોંચી હતી તેમજ બાળકોએ રજૂ કરેલી વિવિધ વેશભૂષાઓ આકર્ષણનું કેન્દ્ર બની હતી. શોભાયાત્રા દરમિયાન ઔદિચ્ય બ્રહ્મસમાજ, મોઢ બ્રાહ્મણ જ્ઞાતિ મહાજન, પુષ્કર્ણા બ્રહ્મસમાજ- વિનયભાઈ જોશી, સારસ્વત સમાજ, પરેશભાઈ જોશી, કીર્તિદાસજી મહારાજ, શાંતિલાલભાઈ ચંપકલાલભાઇ અબોટી, જીતુભાઈ બાબુલાલભાઈ રાવલ, વેરાઈ ફ્લાવર ડેકોરેશને વિવિધ સેવા પૂરી પાડી હતી.  શોભાયાત્રા દરમિયાન ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી, મહામંત્રી ધવલભાઈ આચાર્ય, મંત્રી વસંતભાઈ કોડરાણી, ડેનીભાઈ શાહ, કારોબારી ચેરમેન પાર્થ સોરઠિયા, શાસક પક્ષના નેતા નીલેશગિરિ ગોસ્વામી, દંડક કલ્પનાબેન ગોર, લીલાવંતીબેન પ્રજાપતિ, શહેર ભાજપ મહામંત્રી અશ્વિનભાઈ સોરઠિયા અને ક્રિપાલાસિંહ રાણા, અલ્પેશભાઈ દરજી, વિશાલભાઈ પંડ્યા, જિગરભાઈ ગઢવી, વિરોધ પક્ષના નેતા રાજેન્દ્રાસિંહ જાડેજા વગેરેએ શોભાયાત્રા દરમિયાન મુખ્ય રથમાં ભગવાન પરશુરામની પૂજા કરી હતી. સાંજે ટાઉનહોલ ગ્રાઉન્ડમાં લોકોએ સમૂહપ્રસાદ લીધો હતો. આજના આ તમામ કાર્યક્રમોમાં પ્રમુખ દિનેશભાઈ રાવલ, જગદીશભાઈ વ્યાસ, મનીષભાઈ દવે, મહેન્દ્રભાઈ પંડ્યા, રશ્મિનભાઈ પંડ્યા, વેલજીભાઈ વ્યાસ, મેહુલભાઈ વ્યાસ, શહેર ભાજપ પ્રમુખ હિતેનભાઈ વ્યાસ, અનિરુદ્ધ હર્ષ, દીપેનભાઈ હર્ષ, જગદીશભાઈ હર્ષ, વિશાલભાઈ પંડ્યા, રવિભાઈ જોશી, તુષારભાઈ પંડ્યા, વિવેકભાઈ આર. પંડ્યા, મનોજભાઈ અબોટી, મહેશભાઈ ભટ્ટ, રોહિતભાઈ ખાંડેકા, રમેશભાઈ મઢવી, હિતેશભાઈ વ્યાસ, મહિલા મંડળ પ્રમુખ રચનાબેન જોશી, વિવિધ સમવાય પ્રમુખ રશ્મિનભાઈ પંડ્યા, રોહિતભાઈ ખાંડેકા, ભૂપેન્દ્રભાઈ રાવલ, મહેશભાઈ ભટ્ટ, હિતેશભાઈ વ્યાસ, રમેશ મઢવી, ઘનશ્યામભાઈ મસુરિયા, જિતેન્દ્રભાઈ મઢવી, રવિભાઈ જોશી, મનોજભાઈ અબોટી, પરેશભાઈ જોશી, મહેન્દ્રભાઈ પંડ્યા, વિમલભાઈ મહેતા, તેજસભાઈ મહેતા, લાભુભાઈ, સુંબડ, કેતનભાઇ વ્યાસ, જયંતીલાલભાઈ મઢવી, વિશાલભાઈ પંડ્યા, તુષારભાઈ પંડ્યા, પુનિતભાઈ પંડ્યા, મોહિતભાઈ પંડ્યા, ધર્મેશભાઈ ત્રિવેદી, હિતેશભાઈ પંડ્યા, ધાર્મિકભાઈ ખોડિયા, નિમેષભાઈ દેવધર, જગદીશભાઈ હર્ષ, દીપેનભાઈ જોશી, વૃજલાલભાઈ જોશી, રાજેશભાઈ દવે, તેજસભાઈ હર્ષ, તનયભાઈ ઉપાધ્યાય, મનીષાબેન ભટ્ટ, હિનાબેન ખોડિયા, રાધાબેન રાજગોર, સંતોષબેન મઢવી, રચનાબેન જોશી, જશવંતીબેન પંડ્યા, અંકિતાબેન જોશી, રુચિબેન ઉપાધ્યાય તેમજ તમામ સમવાયના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ કાર્યક્રમોને સફળ બનાવવા અંજાર તાલુકા સમસ્ત બ્રહ્મસમાજ, ટ્રસ્ટીગણ, મહિલા પાંખના સભ્યો સહયોગી બન્યા હતા તેવું એક યાદીમાં સંસ્થાના પ્રમુખ હિરેનભાઈ ખાંડેકા અને મહામંત્રી રોહિતભાઈ ખાંડેકાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. 

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd