નવી દિલ્હી, તા. 29 : આઈપીએલ-25ની 48મી મેચમાં કોલકાતા નાઈટ રાઇડર્સે દિલ્હી કેપિટલ્સને 14 રનથી હરાવ્યું હતું. દિલ્હીના
અરુણ જેટલી સ્ટેડિયમમાં આઠ વર્ષ પછી કોલકાતા નાઈટ રાઈડર્સે જીત મેળવી. આ પહેલાં તે
2017માં જીતી હતી. દિલ્હીએ ટોસ
જીતીને બાલિંગ કરવાનો નિર્ણય લીધો. કેકેઆરએ 20 ઓવરમાં 9 વિકેટે 204 રન બનાવ્યા હતા, જેની સામે ડીસી 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવી શક્યું હતું.
જીતના ઈરાદે મેદાને ઊતરેલી દિલ્હીની ટીમ વતી ફાફ ડુ પ્લેસીસે 45 દડામાં 7 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 62 રન કર્યા હતા, જ્યારે કેપ્ટન અક્ષર 23 દડામાં 4 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 43 રન બનાવી પવેલિયન ફર્યો હતો, તો નિગમે 38 રન અને કરુણે 15 રન કર્યા હતા. કેકેઆર વતી સુનીલે
4 ઓવરમાં 29 રન આપી 3 વિકેટ અને
વરુણે 2 વિકેટ ખેરવી હતી, જ્યારે અનુકુલ, વૈભવ અને
રસેલને 1-1 વિકેટ સાંપડી હતી. અગાઉ કોઇ
પણ બેટધરની અર્ધસદી નહીં અને કોઇ મોટી ભાગીદારી નહીં, આમ છતાં દિલ્હી કેપિટલ્સ સામેની આજની મેચમાં
કોલકતા નાઇટ રાઇડર્સ સમયાંતરે ખરતી વિકેટો વચ્ચે 200 રનના સ્કોરને પાર કરવામાં સફળ
રહ્યું હતું. કેકેઆરના 20 ઓવરના અંતે
9 વિકેટે 204 રન થયા હતા, જેમાં સર્વાધિક 44 રન યુવા બેટર
અંગક્રિશ રઘુવંશીના હતા, જ્યારે દિલ્હી
કેપિટલ્સ તરફથી અનુભવી બોલર મિચેલ સ્ટાર્કે 3 વિકેટ લીધી હતી. જેમાંની 2 વિકેટ ઇનિંગ્સની છેલ્લી ઓવરમાં ઝડપી હતી. તે હેટ્રિક ચૂકી ગયો
હતો, પણ રનઆઉટ સાથે કેકેઆરે ત્રણ દડામાં ત્રણ વિકેટ
ગુમાવી હતી. કેકેઆરની શરૂઆત આક્રમક રહી હતી.
નારાયણ અને ગુરબાજ વચ્ચે પહેલી વિકેટમાં 18 દડામાં 48 રનની ભાગીદારી
થઇ હતી. ગુરબાજ 12 દડામાં પ
ચોગ્ગા-1 છગ્ગાથી 26 અને નારાયણ 16 દડામાં 2 ચોગ્ગા-2 છગ્ગાથી 27 રને આઉટ થયા
હતા. કેપ્ટન રહાણે 26 રને આઉટ થયો
હતો. રઘુવંશીએ 32 દડામાં 3 ચોગ્ગા-2 છગ્ગાથી 44 રનની આકર્ષક
ઈનિંગ્સ રમી હતી. 23 કરોડી વૈંકટેશ
અય્યર (7)ની નિષ્ફળતા ચાલુ રહી હતી. રિંકુ સિંહે
2પ દડામાં 3 ચોગ્ગા-1 છગ્ગાથી ઉપયોગી 36 રન કર્યાં હતા. રસેલ 16 અને પોવેલ પ રને આઉટ થયા હતા. આથી કેકેઆરની ઇનિંગ્સ 9 વિકેટે 204 રને અટકી હતી. દિલ્હી તરફથી સ્ટાર્કે 3 અને કેપ્ટન અક્ષર પટેલ તથા વિપરાજ નિગમે
2-2 વિકેટ લીધી હતી.