• ગુરુવાર, 01 મે, 2025

ચેપોક પર સીએસકે સામે આજે પંજાબનો પડકાર

ચેન્નાઇ, તા. 29 : ધોનીની ટીમ સીએસકે પ્લેઓફની રેસની લગભગ બહાર થઇ ચૂકી છે, પરંતુ બુધવારે રમાનારી પંજાબ કિંગ્સ વિરુદ્ધની મેચમાં શાનદાર દેખાવ કરીને પોતાની કિસ્મત બદલી શકે છે. પાંચ વખતની પૂર્વ ચેમ્પિયન સીએસકે ટીમ માટે આ સીઝન નિરાશાજનક રહી છે. 9 મેચમાં ફક્ત 2 જીત સાથે તે પોઇન્ટ ટેબલ પર તળિયે છે. બીજી તરફ પંજાબ માટે પણ જીતના ક્રમ પર વાપસી કરવી જરૂરી છે. નહિંતર તેની પ્લેઓફની રાહ પણ ઘણી કાંટાળી બની જશે. તેના ખાતામાં 10 મેચમાં પ-પ જીત-હાર છે. ચેપોક સ્ટેડિયમ સીએસકેનો ગઢ ગણાતો પણ આ સીઝનમાં ધોનીની ટીમ અહીં સતત હાર સહન કરી રહી છે. નિયમિત સુકાની ઋતુરાજ ગાયકવાડ ઇજાને લીધે ટૂર્નામેન્ટની બહાર થઇ ગયો છે. આ પછી ચમત્કારિક કપ્તાન ધોની પણ ટીમમાં જોશ ભરવામાં સફળ રહ્યો નથી. પ્લેઓફની ધૂંધળી આશા ઉજાગર રાખવા માટે સીએસકે ટીમે પંજાબ સામે તમામ મોરચે ઉજળો દેખાવ કરવો પડશે. આ મેચ દરમિયાન ચેપોકની ધીમી વિકેટ પણ સીએસકેના સ્પિનર રવીન્દ્ર જાડેજા અને પીબીકેએસના સ્પિનર યજુર્વેન્દ્ર ચહલની ટક્કર રસપ્રદ બની રહેશે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd