કાશ્મીરમાં આતંકવાદી હુમલા પછી ચીને પાકિસ્તાનને ટેકો આપવાની
જાહેરાત કરી છે પણ તે પહેલાં ભારત સાથે સંબંધ સુધારવાની શરૂઆત કરી છે. અલબત્ત, આ `શરૂઆત' કૈલાસ-માનસરોવરની
યાત્રાના માર્ગ ખોલવાથી થઈ રહી છે. ગયા અૉક્ટોબરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના
પ્રમુખ શી જિનપિંગની મુલાકાત વખતે મોદીએ કૈલાસ-માનસરોવરની યાત્રા ભારત માટે શ્રદ્ધાનો
મુદ્દો છે એમ જણાવ્યું હતું તેનું આ પરિણામ છે. અલબત્ત, હિંદી-ચીની
ભાઈ-ભાઈ પોકારવાને હજુ વાર છે! આગળની યાત્રાનો `માર્ગ'
પાકિસ્તાન સાથેના સંબંધ - ઉપર આધાર રાખે છે. કૈલાસ યાત્રામાં સહકાર આપે
તો આવકાર્ય છે. કોટાના અને ગાલવાન ખાતે બાથંબાથીના કારણે પાંચ વર્ષના અંતરાળ પછી હવે
- આગામી જૂનથી અૉગસ્ટ દરમિયાન યાત્રાળુઓની ટુકડીઓમાં જઈ શકશે. પણ ચીનનાં બેવડાં ધોરણ
છે. એક બાજુ ભારત સાથે સંબંધ સુધારવા માગે છે અને બીજી બાજુ પાકિસ્તાન - પહેલગામ હુમલાની
`તટસ્થ'
તપાસની માગણી કરી તેને પણ ટેકો આપે છે. આ શાબ્દિક - ટેકો છતાં ભારત સાવધાન
છે.