• ગુરુવાર, 01 મે, 2025

કચ્છમાં પ્રખર તાપનો પ્રભાવ યથાવત : બે દિવસ યલો એલર્ટ

ભુજ, તા. 29 : મહત્તમ તાપમાનમા સામાન્ય ઘટાડા વચ્ચે કચ્છમાં પ્રખર તાપનો પ્રભાવ યથાવત રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા બે દિવસ યલો એલર્ટ જારી કરવા સાથે બીજી મે સુધી મહત્તમ તાપમાન 40થી 44 ડિગ્રી વચ્ચે રહેવાનું અનુમાન વ્યક્ત કરાયું છે.  અંજાર-ગાંધીધામમાં મહત્તમ તાપમાન અડધો ડિગ્રીના ઘટાડા સાથે 44.3 ડિગ્રીએ પહોંચ્યું હતું. રાજ્યમાં કંડલા એરપોર્ટ સહિત ચાર મથક એવાં હતાં કે, જ્યાં મહત્તમ તાપમાન 44 ડિગ્રીથી વધુ નોંધાયું હતું. લૂ ઓકતો ગરમ પવન ફૂંકાતાં વાતાવરણમાં દાહકતા જળવાયેલી રહી હતી. સામાન્યથી ત્રણથી ચાર ડિગ્રી મહત્તમ તાપમાન ઊંચું નોંધાતા લોકોએ વૈશાખી તાપનો અનુભવ કર્યો હતો.  ખાનગી રાહે તાપમાન નોંધાય છે એવાં રાપરમાં પણ મહત્તમ તાપમાન 44 ડિગ્રી નોંધાતા વાગડ પણ વૈશાખી  તાપની આણમાં શેંકાયું હતું. જિલ્લા મથક ભુજમાં મહત્તમ પારો સહેજ નીચો ઊતરીને 41.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. લૂ ઓકતા ગરમ પવનનાં કારણે અંગ દઝાડતા તાપની અનુભૂતિ જળવાયેલી રહી હતી. જિલ્લામાં સરેરાશ 10થી 1પ કિ.મીની ઝડપે પવન ફૂંકાયો હતો. કંડલા પોર્ટ અને નલિયામાં 36થી 38 ડિગ્રી તાપમાન નોંધાયું, તો લઘુતમ તાપમાન 2પથી 26 ડિગ્રી જેટલું ઊંચું રહેતાં રાત્રિના ઉકળાટથી લોકો ત્રસ્ત બન્યા હતા.  હવામાન વિભાગે ચાર દિવસ બાદ મહત્તમ પારો નીચો ઊતરવાની સંભાવના દેખાડી છે.  

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang

dd