• રવિવાર, 16 જૂન, 2024

`કચ્છમિત્ર' દ્વારા આજે આદિપુરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર

ગાંધીધામ, તા. 20 : કચ્છમિત્ર દ્વારા ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓને આગળ શું કરવું તેના સચોટ માર્ગદર્શન માટે  જિલ્લાના તમામ તાલુકા મથકોએ કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું છે, તે અંતર્ગત  આવતીકાલે  તા. 21મીએ આદિપુરમાં  સેમિનાર યોજાશે. કચ્છમિત્ર , ઈન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટ અને એસ.આર.કે. ઈન્સ્ટિટયૂટ દ્વારા આયોજિત  સેમિનાર  આવતીકાલે  સવારે 9.30  વાગ્યે આદિપુરમાં  તોલાણી કોમર્સ કોલેજ ખાતે યોજાશે. સેમિનારમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, સુધરાઈ પ્રમુખ તેજસ શેઠ, ચેમ્બર પ્રમુખ મહેશભાઈ પુજ, કચ્છમિત્રના મદદનીશ તંત્રી નિખિલભાઈ પંડયા,  ઈન્સ્ટિટયૂટ ઓફ યૂથ ડેવલપમેન્ટના રસનિધિ અંતાણી,  એસ.આર.કે.ના નિર્દેશ બુચ,  આઈ.ટી.આઈ.ના પ્રો. સબ્બીર ખત્રી, તોલાણી કોમર્સ કેલેજના આચાર્ય ડો. મનીષ પંડયા, ટીમ્સના ડાયરેક્ટર  પ્રો. સંપદા કાપશે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ દરમ્યાન વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. આઈ.ટી.આઈ.ના પ્રાધ્યાપક દ્વારા તકનિકી શિક્ષણ અંગે  માર્ગદર્શન અપાશે. ઉપરાંત આદિપુરની કોલેજમાં નવી શિક્ષણનીતિ મુજબ શરૂ થયેલા અભ્યાસક્રમો અંગે તેમજ બી.કોમ. પ્રોફેશનલ સહિતના  તેમજ રોજગારલક્ષી અભ્યાસક્રમો અંગે માહિતી આપવામાં આવશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Panchang