વોવાર, (તા.
મુંદરા), 17 : અંજાર તાલુકાનાં
ચાંદ્રોડા ગામની સીમ અને ગૌચરમાં પવનચક્કીઓ ન આવે એ માટે ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભા
બોલાવી ચર્ચા વિચારણા કરીને પવનચક્કીનાં કામનો વિરોધ કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો
હતો તેમજ કલેક્ટર ઓફિસ ભુજ ખાતે આવેદન આપવામાં આવ્યું હતું. ગામના સરપંચ સતીબેન મરંડ,
ઉપસરપંચ રમીલાબેન મરંડે જણાવ્યું હતું કે, અમારા
ગામની સીમમાં હાલમાં પવનચક્કીઓ બેસાડવાની કામગીરી ચાલુ થવાની હોઈ અમે આ પવનચક્કીઓનો
વિરોધ કરીએ છીએ. પવનચક્કીઓના તોતિંગ પંખાઓના અવાજને કારણે ગૌચરમાં ગૌ-ધન તેમજ વન્યજીવોને
નુકસાન થાય છે. જે આ અવાજોને કારણે ચરી શકતા
નથી. પવનચક્કીઓ જ્યારે ભારે વાહનોમાં આવે, ત્યારે તોતિંગ મશીનરી
આવે છે. ખેતરો તરફ જતા રસ્તાઓ ખોદાઈ જાય છે
અને ઊભા પાકને નુકસાન થાય છે. ગ્રામ પંચાયતની એનઓસી મળી નથી છતાં આ વિસ્તારમાં ટેસ્ટિગ
ચાલુ થઈ ગયું છે. ગ્રામ પંચાયતની લીલીઝંડી
મળી ન હોવા છતાં એગ્રીમેન્ટ કરવાની પેરવી કરવામાં આવી રહી છે, જે ગંભીર બાબત છે. ગામની સીમ અને ગૌચર વિસ્તારમાં પવનચક્કીઓનાં કામ
પર તાત્કાલિક રોક લગાવવામાં આવે તેવો સરપંચ-ઉપસરપંચ દ્વારા ગ્રામજનોની ઉપસ્થિતિમાં
ઠરાવ કરવામાં આવ્યો હતો. નારણભાઈ મરંડ, દેવરાજ મરંડ, અરજણ મરંડ, રાઘુભાઇ મરંડ, નીલેશ
મરંડ, શંભુભાઈ લાવડિયા, શાંતિલાલ બકુત્રા,
બાબુભાઈ વેલા મરંડ, દિનેશ મરંડ, શાંતિલાલ લાવડિયા, રાજેશ આહીર, રવા મરંડ, હધાભાઈ મરંડ, બાબુભાઈ
મરંડ, જખાભાઈ મરંડ તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનોએ એક સૂરમાં
વિરોધ દર્શાવ્યો હતો. આ બાબતે યોગ્ય પગલાં નહીં લેવાય, તો ગ્રામજનો
ગાંધી માર્ગ આંદોલન કરશે એવી ચેતવણી ઉચ્ચારી હતી.