દહીંસરા, તા. 17 : કચ્છના મેવા તરીકે ઓળખાતી ખારેક
જગવિખ્યાત હોવા સાથે તેનો સ્વાદ દેશ-વિદેશ સુધી પહોંચે છે. આરોગ્ય માટે ફાયદાકારક ખારેક
કચ્છમાં ઝરપરા, મુંદરા, મઉં, વડઝર, ગઢશીશા, કેરા, માંડવી, નાની ખાખર,
ધ્રબ, કુકમાના કિસાનો માટે કમાઉ દીકરા સમાન છે.
આ કચ્છી મેવો મુંબઇ, મહારાષ્ટ્ર, દિલ્હી,
નાગપુર, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ,
બિહાર, જમ્મુ-કાશ્મીર સુધી પણ પહોંચે છે તેમ લંડન,
ઓસ્ટ્રેલિયા, સિસલ, અમેરિકા,
જર્મની, જાપાન નિકાસ થાય છે. આ સાલે ફાલ વહેલો
આવતાં ધરતીપુત્રો ખુશ છે. કેરા-કુંદનપરના અગ્રણી કિસાન રવજી વેલજી કેરાઇની વાડીમાં
ખારેકનાં વૃક્ષો છે. સિઝનથી પહેલાં ખારેકનાં વૃક્ષને ફાલ આવવાથી ખારેકનું વૃક્ષ ફાલથી
લચી પડલું નજરે પડે છે. (તસવીર : નરેન્દ્ર ચૌહાણ)