• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

માનસ રંજન પાઠક હાઇકોર્ટના ચીફ જસ્ટિસ

અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત હાઈકોર્ટમાં કાર્યરત જસ્ટિસ માનસ રંજન પાઠક હવે ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવા ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટ ઉપરાંત દેશની ચાર હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક માટે નામોની ભલામણ સરકારને કરી હતી. આ નિર્ણયથી ગુજરાત સહિત દિલ્હી, તેલંગાણા અને ઉત્તરાખંડ હાઈકોર્ટમાં મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરાશે. જસ્ટિસ માનસ રંજન પાઠકના નામની ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે ભલામણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, જસ્ટિસ માનસ રંજન પાઠક હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં કાર્યકારી ચીફ જસ્ટિસ તરીકેનો કાર્યભાળ સંભાળી રહ્યા છે. અગાઉ મહિલા ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની સુપ્રીમ કોર્ટમાં જજ તરીકે વરણી કરવામાં આવતા સૌથી સીનિયર મોસ્ટ જજ માનસ રંજન પાઠકને આ હવાલો સોંપવામાં આવ્યો હતો. કોલેજિયમે જસ્ટિસ પી. સામ કોશીને દિલ્હી હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવાની ભલામણ કરી છે. તેઓ હાલમાં તેલંગાણા હાઈકોર્ટમાં કાર્યરત છે અને તેમની મૂળ હાઈકોર્ટ છત્તીસગઢ છે. ઉપરાંત કોલકાતા હાઈકોર્ટના જસ્ટિસ તપાબ્રત ચક્રવર્તીને તેલંગણા હાઈકોર્ટના ચીફ જસ્ટિસ નિયુક્ત કરવા, પટણા હાઈકોર્ટના જસ્ટિસ સુધીર સિંહને ઉત્તરાખંડના મુખ્ય ન્યાયાધીશ તરીકે નિયુક્ત કરવા ભલામણ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના કોલેજિયમ દ્વારા ભસામણો બાદ હવે નિમણૂકો અંગે અંતિમ નિર્ણય બાદ સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.  જસ્ટિસ માનસ રંજન પાઠકનો જન્મ 28 ઓગસ્ટ 1965ના રોજ આસામના ગુવાહાટીમાં થયો હતો. તેમણે બેંગલુરુની સેન્ટ જોસેફ્સ કોલેજમાંથી આર્ટસમાં સ્નાતકની પદવી મેળવી હતી. ત્યાર બાદ ગુવાહાટીની ગવર્નમેન્ટ લો કોલેજમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો.12 સપ્ટેમ્બર 1990ના રોજ તેમણે વકીલ તરીકે નોંધણી કરાવી હતી. તેમણે મુખ્યત્વે દીવાની, બંધારણીય, જમીન સંપાદન અને સરકારી સેવા સંબંધિત કાયદાકીય બાબતોમાં પ્રેક્ટિસ કરી હતી. તેઓ ત્રિપુરા સરકારના સ્ટેન્ડિગ કાઉન્સેલ તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd