• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

બાંગલાદેશને 13-0થી કચડતું ભારત

નવી દિલ્હી, તા. 27 : ભારતીય હોકી ટીમે 2026 એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ધમાકેદાર શરૂઆત કરી છે. પ્રથમ મેચ બાંગલાદેશ સામે મંગળવારે જલંધરના ઓલિમ્પિયન સુરજિતસિંહ હોકી સ્ટેડિયમમાં યજમાન ભારતે મનદીપસિંહની શાનદાર હેટ્રિક સહિત 13-0થી એકતરફી જીત મેળવી હતી. 60 મિનિટમાં ભારત છવાયેલું રહ્યું હતું. ભારત શરૂઆતથી જ આગળ વધી રહ્યું છે. કેપ્ટન હરમનપ્રિતસિંહે બીજી મિનિટે ટીમ માટે પ્રથમ ગોલ કર્યો હતો. આ પછી મનદીપે સતત બે ગોલ કર્યા હતા અને સ્કોર 3-0થી બનાવ્યો હતો. તેણે ત્રીજી મિનિટે અને બીજી વખત 10મી મિનિટે પોતાનો પ્રથમ ગોલ કર્યો હતો. શિલાનંદા લકરાએ 15 મિનિટે ગોલ કર્યો હતો. પ્રથમ ક્વાર્ટર બાદ ભારતે 4-0થી લીડ મેળવી હતી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd