ગાંધીધામ, તા. 27 : ભચાઉ તાલુકાના જંગી ગામની સીમમાં
આવેલી પવનચક્કીમાંથી નિશાચરોએ રૂા. 24,000ના વાયરની ચોરી કરી હતી. ભચાઉના
જંગી અને આંબલિયારા ગામની સીમમાં સુઝલોન કંપનીની જુદી-જુદી પવનચક્કીઓ આવેલી છે, જે પૈકી પવનચક્કી નંબર એસ-124માં તસ્કરોએ હાથ માર્યો હતો.
આ પવનચક્કીના બંધ દરવાજાનાં તાળાં તોડી નિશાચરોએ
તેમાંથી કોપરના 120 મીટર વાયર
કિંમત રૂા. 24,000ની ચોરી કરી હતી. ગત 24-25ની રાત્રે બનેલા આ બનાવ અંગે
યોગીરાજસિંહ ભરતસિંહ જાડેજાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.