• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

કચ્છમાં ફરજ બજાવી ચૂકેલા બે જીએએસ અધિકારીને ફરજિયાત નિવૃત્ત કરાયા

અમદાવાદ, તા. 27 (અમારા પ્રતિનિધિ તરફથી) : ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ભ્રષ્ટાચાર સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે, જેના ભાગરૂપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા `ઓપરેશન ગંગાજળ' અભિયાન હેઠળ ભ્રષ્ટાચારના ગંભીર કેસોમાં તપાસનો સામનો કરી રહેલા બે સિનિયર જીએએસ અધિકારીઓને વયમર્યાદા પૂર્ણ થયા અગાઉ જ સમય પહેલાં ફરજિયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા છે. સરકાર દ્વારા લેવાયેલાં આ આકરાં પગલાંથી સમગ્ર સચિવ અને વહીવટી તંત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે, જે અધિકારીઓ સામે આ કાર્યવાહી કરવામાં આવી છે, તેમાં ડી.આઇ. ભગલાણી અને જે.એમ. તુવરનો સમાવેશ થાય છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અધિકારી ડી.આઇ. ભગલાણી હાલ આદિજાતિ વિભાગમાં પોતાની ફરજ બજાવી રહ્યા હતા, જ્યારે બીજા અધિકારી જે.એમ. તુવર સફાઈ કામદાર વિકાસ કોર્પોરેશનમાં મેનાજિંગ ડિરેક્ટર (એમ.ડી.) તરીકે જવાબદારી સંભાળી રહ્યા હતા. આ બંને અધિકારી સામે અગાઉથી જ ભ્રષ્ટાચારના વિવિધ કેસોમાં તપાસ ચાલી રહી હતી.  મળતી માહિતી મુજબ, જે.એમ. તુવર સામે કચ્છમાં ફરજ દરમિયાન ગેરરીતિઓના સંદર્ભમાં કાર્યવાહી થયેલી હોવાનું જણાવવામાં આવે છે. જો કે, ચોક્કસ આરોપો, તપાસનાં તારણો અને નિવૃત્તિના આદેશમાં દર્શાવાયેલાં કારણો સત્તાવાર દસ્તાવેજોના આધારે જ સ્પષ્ટ થઈ શકશે. સરકારની આ કાર્યવાહીનો વ્યાપ અને સંબંધિત અધિકારીઓ સામે લેવાયેલાં પગલાં હવે ચર્ચાનો વિષય બન્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd