• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

કચ્છ યુનિ. કોમર્સ વિભાગ દ્વારા છ માસના સર્ટિફિકેટ કોર્સનો પ્રારંભ

ભુજ, તા. 27 : આંતરરાષ્ટ્રીય વેપાર અને આયાત-નિકાસના ક્ષેત્રમાં કારકિર્દીની નવી તકો ઊભી કરવાના હેતુથી ક્રાંતિગુરુ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીના કોમર્સ વિભાગ દ્વારા છ માસના ‘International Business and Trade’  સર્ટિફિકેટ કોર્સનો આરંભ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના કુલપતિ ડો. મોહન પટેલ, કુલસચિવ ડો. અનિલ ગોર, કોમર્સ વિભાગના અધ્યક્ષ પ્રો. (ડો.) પી. એસ. હિરાણી  ઉપસ્થિત રહ્યા હતા. કોર્સના સંયોજક તરીકે ડો. મનીષા બારડ અને ડો. રૂપલ દેસાઈ જવાબદારી નિભાવશે. કચ્છમાં બંદરો, ઉદ્યોગો અને વેપાર સંબંધિત પ્રવૃત્તિઓના વિકાસને ધ્યાનમાં લેતાં શાપિંગ, આયાત-નિકાસ, આંતરરાષ્ટ્રીય વેપાર, ટ્રેડ ફાઇનાન્સ, લોજિસ્ટિક્સ, સપ્લાય ચેઇન મેનેજમેન્ટ અને કાર્ગો હેન્ડલિંગ જેવા ક્ષેત્રોમાં કુશળ માનવબળની માંગ વધવાની અને રોજગાર તથા વ્યવસાયની નવી તકો ઊભી થવાની સંભાવના છે. આ કોર્સ દ્વારા વિદ્યાર્થીઓને નિકાસ-આયાતના વ્યવસાય, વેપાર સંબંધિત દસ્તાવેજીકરણ, આંતરરાષ્ટ્રીય વેપારની નાણાકીય પ્રક્રિયાઓ અને લોજિસ્ટિક્સ સહિતનાં મહત્ત્વપૂર્ણ પાસાંઓથી પરિચિત કરાવવામાં આવશે.  ‘International Business and Trade’ સર્ટિફિકેટ કોર્સમાં પ્રવેશ મેળવવા ઇચ્છુક ઉમેદવારો તા. 27 ઓક્ટોબર, 2026 થી 30 નવેમ્બર, 2026 દરમિયાન કોમર્સ વિભાગની વહીવટી કચેરી, ચાણક્ય ભવન, કચ્છ યુનિવર્સિટી, ભુજ ખાતે પ્રવેશ ફોર્મ ભરી શકશે. કોર્સ સંબંધિત વધુ વિગતો કચ્છ યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd