• બુધવાર, 28 ઑક્ટોબર, 2026

મોડવદરની કંપનીમાંથી 1.80 લાખના બેરિંગની ચોરી

ગાંધીધામ, તા. 27 : અંજાર તાલુકાના મોડવદર ગામની સીમમાં આવેલી એક કંપનીમાં ઘૂસી નિશાચરોએ રૂા. 1,80,000ના રોલર બેરિંગની તફડંચી કરી હતી. આદિપુરના ડી.સી.-પાંચ વિસ્તારમાં રહેનાર ફરિયાદી કિરીટ રમેશ પટેલ નામના યુવાન ભાગીદારીમાં મોડવદર ખાતે ઇકોગ્રીન ફ્યુલ પ્રા. લિમિટેડ નામની કંપની ચલાવે છે. ફરિયાદી આજે સવારે ભાગીદારો સાથે કંપનીમાં ગયા હતા ત્યારે ટ્રાન્સફોર્મરની બાજુમાં રાખેલા રોલર બેરિંગ ન દેખાતાં તપાસ કરાઇ હતી. બાદમાં સી.સી.ટી.વી. કેમેરામાં તપાસ કરાતાં નિશાચરો મોડીરાત્રે ઘૂસી અને રોલર બેરિંગ નંગ-30 કિંમત રૂા. 1,80,000ની ચોરી કરીને લઇ જતા નજરે પડયા હતા. બનાવ અંગે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd