• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

કેન્સરની દવા ઉપર 30 ટકા નફાની મર્યાદા લાગુ થશે

નવી દિલ્હી, તા. 12 : કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ કહ્યું છે કે કેન્સરની દવાઓ ઉપર નફાના ગાળાને નિયંત્રિત કરવાનો નિર્ણય લીધો છે. જેથી વધારે ગાળાને રોકી શકાય ને સાથે યોગ્ય નફો પણ સુનિશ્ચિત થઈ શકે. સોલિસિટર જનરલ તુષાર મેહતાએ કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર કેન્સરની દવાઓની એક યાદી જાહેર કરશે. જેના ઉપર 30 ટકા નફાની મર્યાદા લાગુ થશે. કોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, બજારની સ્થિતિ અને સાર્વજનિક સ્વાસ્થ્યની જરૂરિયાતના આધારે યાદીને સમયાંતરે અપડેટ કરવામાં આવશે. તેમાં નવી દવા જોડવામાં આવશે અને સસ્તી દવાને બહાર રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટ તરફથી દવાઓની કિંમત ઉપર વ્યાપક તપાસની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો અને કહ્યું હતું કે આ પ્રક્રિયા માત્ર કેન્સર સંબંધિત દવા સુધી સીમિત ન રહેવી જોઈએ, પૂરા ફાર્માસ્યુટિકલ બજાર ઉપર લાગુ થવી જોઈએ. હવે આ મામલે વધુ સુનાવણી 27 ઓક્ટોબરના રોજ કરવામાં આવશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd