• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

વાગડ : પોલીસની બે જુદી-જુદી કાર્યવાહીમાં બે દેશી બંદૂક જપ્ત

ગાંધીધામ, તા. 12 : રાપર તાલુકાના ટગા ગામની સીમમાંથી એક શખ્સને પોલીસે દેશી બંદૂક સાથે પકડી પાડયો હતો તેમજ સરાણા વાંઢમાં એક મકાનના વાડામાંથી દેશી બંદૂક સાથે શખ્સની ધરપકડ કરાઇ હતી. ટગા, સૂરજધારની સીમમાં એક શખ્સ બંદૂક સાથે હાજર હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. સીમમાં મળી આવેલા ફારૂક હુસેન ભટ્ટીને ઝડપી પાડવામાં આવ્યો હતો. તેની પૂછપરછ  બાદ તેણે ઝાડીમાંથી બંદૂક કાઢી આપતાં રૂા. 5000ની દેશી બંદૂક જપ્ત કરાઇ હતી. બીજી બાજુ રાપરનાં જ સરાણાવાંઢમાં ગોવિંદ ડાયા કોળી પાસે બંદૂક હોવાની પૂર્વબાતમીના આધારે પોલીસ તેના ઘરે પહોંચી હતી. વાડામાં બાવળની ઝાડીમાંથી રૂા. 5000ની દેશી બંદૂક જપ્ત કરી પોલીસે આ શખ્સની ધરપકડ કરી હતી, પરંતુ આ બંને શખ્સોએ બંદૂક કયાંથી મેળવી હતી તે બહાર આવ્યું ન હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd