અંજાર, તા. 12 : રાજયભરમાં ચાલતા સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અંજાર ખાતે આયોજીત નવતર કાર્યક્રમમાં એસ.ટી ડેપોના કંડક્ટરે
અનોખી રીતે પ્રવાસીઓને ગંદકી ન ફેલાવવા અંગે અનુરોધ કર્યો હતો. સ્વચ્છતા પ્રત્યે લોકોને
આકર્ષવા અને ઊંડી છાપ છોડવા માટે કંડક્ટર ભરતભાઈએ એક અલગ જ પ્રકારનો પોશાક પહેરીને
સ્વયં 'કચરો અને ગંદકી'નું પાત્ર
ભજવ્યું હતું. આ એકપાત્રીય અભિનય દ્વારા તેમણે ડેપો પરિસરમાં ઉપસ્થિત પ્રજા તથા મુસાફરોને
ગંદકીથી થતા નુકસાન વિશે સમજણ આપી હતી અને કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવા અપીલ કરી
હતી. આ ઉપરાંત, ડેપો પર આવતી-જતી એસ.ટી. બસોની અંદર ગયા હતા અને
તમામ પ્રવાસીઓને રૂબરૂ મળીને સ્વચ્છતા અંગે જાગૃત કર્યા હતા. સરકારના આ મહત્વપૂર્ણ
અભિયાનમાં દરેક નાગરિક પોતપોતાની રીતે ભાગ ભજવે અને `સ્વચ્છતા તરફ એક ડગલું` આગળ વધારીને આ ઝુંબેશને સફળ બનાવે તેવો અનુરોધ તેમણે કર્યો હતો. કર્મચારીઅના
આ અનોખા પ્રયાસ અને પ્રેરણાદાયી અભિનયથી ડેપો પરના તમામ મુસાફરો ભારે પ્રભાવિત થયા
હતા અને બસો તેમજ જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાના સંકલ્પ સાથે આ સ્વચ્છતા અભિયાનમાં સહભાગી
થવાની ખાતરી આપી હતી. આ અંગે ડેપો મેનેજરએચ આર શામળા દ્વારા પણ સ્વચ્છતા અંગે મુસાફર
જનતા અને ડેપોના કર્મચારીઓને પણ અનુરોધ કરવામાં આવ્યો હતો.