• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

ગાંધીધામમાં આધેડે જાતે ગળામાં ચેકા મારી અંતિમ પગલું ભર્યું

ગાંધીધામ, તા. 12 : શહેરમાં ટ્રેન વાટે દિલ્હીથી અહીં આવેલા રાકેશ મોહિન્દરસિંઘ ધવન (ઉ.વ. 51) ગળામાં ચેકા મારેલી હાલતમાં મળી આવતાં તેમને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બીજી બાજુ ભચાઉથી વોંધ વચ્ચે ટ્રેનની હડફેટે ચડતાં 45 વર્ષીય અજાણ્યા યુવાનનું મોત થયું હતું. શહેરના રેલવે સ્ટેશનથી આગળ જતાં કાર્ગો બ્રિજની બાજુમાં સર્વિસ રોડ પર ગઈકાલે બપોરના અરસામાં આ બનાવ બન્યો હતો. દિલ્હીથી ટ્રેન મારફતે અહીં આવી પહોંચેલ આધેડ ગળાના ભાગે બે ચેકા મારેલી હાલતમાં મળી આવ્યા હતા. શરૂઆતમાં અજાણ્યા એવા આ આધેડને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવને પગલે પોલીસમાં દોડધામ થઈ પડી હતી અને તપાસ કરતાં આ આધેડ દિલ્હીના રાકેશ ધવન હોવાનું બહાર આવ્યું હતું. આ આધેડ બ્રિજ નીચે એક કેશ કર્તનકાર પાસેથી ઉત્રો લઈને પોતાના ગળામાં ઘા મારી દીધા હોવાનું પોલીસની પ્રાથમિક તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. તેમજ જ્યારે આધેડ રેલવે મથકે હતા ત્યારે પોતાનાં કપડાં કાઢી નાખ્યાં હોવાનું પણ બહાર આવ્યું હતું. પોલીસે ફોરેન્સિક પી.એમ. કરાવ્યું હતું. આ આધેડે કેવા કારણોસર આવું પગલું ભર્યું હશે તે તેના સંબંધીઓ અહીં આવે બાદમાં બહાર આવે તેમ હોવાનું બી-ડિવિઝન પી.આઈ. એસ. વી. ગોજિયાએ જણાવ્યું હતું. બીજી તરફ ભચાઉથી વોંધ વચ્ચે થાંભલા નંબર 757 નજીક રેલવે ટ્રેક ઉપર બનાવ બન્યો હતો. ગઈકાલે સાંજે અહીંથી પસાર થનાર કોઈ ટ્રેનની હડફેટે ચડતાં 45 વર્ષીય અજાણ્યા યુવાનને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાં તેનું મોત થયું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd