• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

રાષ્ટ્રીય માલવા નૃત્ય મહોત્સવમાં કચ્છી દીકરીએ બે એવોર્ડ જીત્યા

ભુજ, તા. 12 : મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે `અખિલ નટરાજમ્ આંતર સાંસ્કૃતિ સંઘ, નાગપુર (મેમ્બર ઓફ ઇન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલ સીઆઇડી પેરિસ -ફ્રાન્સ) દ્વારા પ્રતિષ્ઠિત ઓલ ઇન્ડિયા 23મા કલ્ચરલ નેશનલ ડાન્સ કોન્ટેસ્ટ એન્ડ ફેસ્ટિવલનું આયોજન કરાયું હતું. આ રાષ્ટ્રીય કક્ષાની પ્રતિયોગિતામાં ભુજની રીચા આર્ય ભાવિકે ભરતનાટયમ્ શૈલી અને ભાવોના કામણ પાથરતાં જ મુખ્ય `અભિનય નૃત્ય રત્ન પુરસ્કાર' અને અન્ય વિશિષ્ટ નૃત્ય એવોર્ડ આપીને રાષ્ટ્રીય મંચ પર અગ્રણીઓના હસ્તે ટ્રોફી, સન્માન પત્ર, એસએએસએચ -5 ઓનર અને મેડલ એનાયત કરી વિશેષરૂપે સન્માન કરાયું હતું. વિજેતા રીચા આર્યે જણાવ્યું હતું કે, `ઇન્ટરનેશનલ ડાન્સ કાઉન્સિલ સાથે જોડાયેલી આટલી મોટી સંસ્થાના રાષ્ટ્રીય મંચ પર ભરતનાટયમ્ માટે આ પુરસ્કારો મેળવવા એ ગૌરવની વાત છે.' આ સફળતા મારા નૃત્ય પ્રત્યેના વર્ષોનો સખત પરિશ્રમ, નિયમિત રિયાઝ અને મૂંગા જીવો તથા ગુરુ હિમાંશુશ્રીના આશીર્વાદનું જ પરિણામ જણાવ્યું હતું.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd