• મંગળવાર, 13 ઑક્ટોબર, 2026

ડરબન ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા જીત ભણી, દક્ષિણ આફ્રિકા દબાણમાં

નવી દિલ્હી, તા. 12 : ડરબન ટેસ્ટના ચોથા દિવસે ઓસ્ટ્રેલિયાએ પોતાની બીજી ઇનિંગ્સ 314/6 પર ડિક્લેર કરીને દક્ષિણ આફ્રિકાને 421 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો છે, જવાબમાં રમત પૂરી થવા સુધીમાં સાઉથ આફ્રિકાએ 102 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. આફ્રિકાને મેચ જીતવા માટે હજુ 319 રનની જરૂર છે અને તેની 6 વિકેટ બાકી છે. ઓસ્ટ્રેલિયાએ ચોથા દિવસે ઝડપી રન કર્યા હતા. ઓપનર મેથ્યુ રેન્સોએ 99 બોલમાં 82 રન બનાવ્યા હતા, જ્યારે નિક મેડિન્સને 48 રનનું યોગદાન આપ્યું હતું. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે માત્ર 12 બોલમાં અણનમ 32 રન કરીને ઇનિંગ્સને ઝડપથી ડિક્લેરેશન તરફ ધકેલી દીધી હતી. 421 રનના મોટા લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી આફ્રિકાની શરૂઆત ખરાબ રહી હતી. ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર જોશ હેઝલવૂડે ઘાતક બાલિંગ કરીને 2 મહત્ત્વની વિકેટ ઝડપી હતી. ચોથા દિવસના સ્ટમ્પ્સ સુધીમાં સાઉથ આફ્રિકા તરફથી ઓપનર અને કેપ્ટન એડન માર્કરમ 45 રન બનાવીને ક્રિઝ પર ટકી રહ્યો છે, જ્યારે વિયાન મુલ્ડર પાંચ રને દાવમાં છે. મેચના પાંચમા અને અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 6 વિકેટની જરૂર છે, જ્યારે આફ્રિકાએ મેચ જીતવા માટે આખો દિવસ બાટિંગમાં સારું પ્રદર્શન કરવું પડશે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd