• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

ભારતે લોન્ચ કર્યો એઆઈ ઉપગ્રહ

હૈદરાબાદ, તા.2 : ભારતે  પોતાનો પહેલો  આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ  (એઆઈ)  ઉપગ્રહ  અંતરીક્ષમાં  મોકલ્યો  છે જે  માત્ર તસવીરો  જ નહીં મોકલે પરંતુ  તેનું   વિશ્લેષણ  પણ  અંતરીક્ષમાંથી જ કરશે. તેનાથી સરહદના  નિરીક્ષણ અને આપત્તિમાં મદદ  મળશે. આ સાથે જ તસવીરો અને  ડેટાને  ધરતી  સુધી મોકલવામાં થતા સમય  અને  ખર્ચમાં  પણ ઘટાડો થશે. હૈદરાબાદની  કંપની ટેકમીટુસ્પેસના એમઓઆઈ-1એ  ઉપગ્રહનું સ્પેસએક્સના  ટ્રાન્સપોર્ટર-18  મિશનથી રાત્રિના  11.48 કલાકે પરીક્ષણ કરવામાં આવ્યૃં હતૃ. કંપનીએ  જણાવ્યું હતું કે  આ ભારતનો પહેલો  ઓર્બિટલ કમ્પ્યુટિંગ  સેટેલાઈટ  છે. અમેરિકા,  યુરોપીય  યુનિયન અને  ચીન બાદ  ભારત આવી ક્ષમતા ધરાવતો ચોથો દેશ  બની  ગયો છે. હાલમાં ઉપગ્રહમાંથી  મળતા  ડેટાને પહેલાં  પૃથ્વી પર  મોકલવામાં આવે છે અ ને  તે પછી તેની તપાસ  અને  વિશ્લેષણ કરવામાં  આવતું હોય  છે. નવા ઉપગ્રહથી આ કામ  અંતરીક્ષમાંજ થઈ  જશે.કંપનીના  સીઈઓ  રૌનક કુમાર સામંત રાયના જણાવ્યા પ્રમાણે જો  કોઈ ઉપગ્રહે  300  જીબી  ડેટા  એકત્ર કર્યો  છે  અને તેમાંથી માત્ર પાંચ  જીબી જાણકારી  કામની  છે  તો  એઆઈ  જરૂરી  ડેટાની ઓળખ  કરીને માત્ર તેટલી જ જાણકારી પૃથ્વી પર  મોકલશે. તેનાથી ડેટા ટ્રાન્સફરનો સમય અને ખર્ચ ઘટી જશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd