• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

નર્મદાનાં નીર થકી ફતેહગઢ નંદનવન બન્યું

રાપર, તા. 2 : વિકાસકામોમાં ધારાસભ્યની સક્રિયતાથી વાગડ સૌથી આગળ હોવાનું રાપર તાલુકાનાં ફતેહગઢ ખાતે રૂપિયા 3.24 કરોડના ખર્ચે વિવિધ લોકકલ્યાણનાં કાર્યોના ખાતમુહૂર્ત પ્રસંગે રાજકીય આગેવાનોએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા, સંકલ્પ, ગરીબ કલ્યાણ અને સુશાસનનાં 25 વર્ષ પૂરાં થઈ રહ્યાં છે, તે અંતર્ગત રૂપિયા 1.70 કરોડના ખર્ચે ફતેહગઢ ગામની કન્યાશાળાના છ ઓરડા અને ભીમદેવકા ગામની પ્રાથમિક શાળાના બે ઓરડાનું અને ગ્રામ ગૃહનિર્માણ એજન્સી દ્વારા રૂપિયા 1.54 કરોડના ખર્ચે રાપર તાલુકાના વિવિધ ગામોમાં 31 જાહેર શૌચાલયનાં નિર્માણનું ખાતમુહૂર્ત રાપરના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધનમાં જિલ્લા પંચાયત સદસ્ય જયદીપાસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, લગભગ છ હજાર કરોડ રૂપિયાના વિકાસકામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ થઈ રહ્યાં છે, ત્યારે આખા કચ્છમાં નર્મદા કેનાલ જ્યાંથી પ્રવેશ કરી રહી છે એવા ફતેહગઢને રાપર અને આડેસરથી જોડતો માર્ગ ધારાસભ્યની વારંવાર રજૂઆતથી 70 કરોડના ખર્ચે બનશે. જ્યારે ઘડુલી-સાંતલપુર માર્ગનું કામ પણ ચાલી રહ્યું છે. આગામી મહિને 2100 શિક્ષકની ભરતી થતાં શિક્ષકોની ઘટ પૂરી થશે. ભોજનારી ડેમ ઉપરાંત નર્મદા કેનાલ આવતાં ફતેહગઢ નંદનવન બન્યું હોવાની લાગણી વ્યક્ત કરી હતી. રાપર તાલુકા પંચાયતના પ્રમુખ રાજેશભાઈ ઢીલાએ પમ્પિંગ સ્ટેશન ફતેહગઢથી આખા કચ્છમાં કેનાલ ચાલુ રહે તેવા પ્રયત્નો ધારાસભ્ય દ્વારા ચાલુ હોવાનું જણાવી કામોની નબળી ગુણવત્તા બાબત જરાય ચલાવી લેવામાં નહીં આવે તેમ કહ્યું હતું. તાલુકા સરપંચ સંગઠનનાં પ્રમુખ રામજીભાઈ સોલંકીએ 40 વર્ષનાં જાહેર જીવનમાં આટલા સક્રિય ધારાસભ્ય પહેલીવાર મળ્યા હોવાનું જણાવી ધારાસભ્યના પ્રયત્નોથી કમાન્ડ એરિયામાં ન આવતાં રાપરનાં 42 ગામને પણ નર્મદાનાં નીર મળશે, જે યોજનાનું પણ ટૂંક સમયમાં જ ખાતમુહૂર્ત થશે તેમ જણાવ્યું હતું.  તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ હમીરજી સોઢાએ જણાવ્યું હતું કે, કમાન્ડ એરિયામાં ન આવતાં ગામના લોકો દ્વારા અગાઉના ધારાસભ્યોને પુછતાં તેમને એ જમીન વેચી નાખવા કહેવામાં આવતું હતું એ જ સ્વપ્નવત્ યોજનાનું ધારાસભ્યના હકારાત્મક પ્રયાસોથી ટેન્ડરિંગ થઈ ગયું છે અને ટૂંક સમયમાં જ ખાતમુહૂર્ત કરવામાં આવશે, તો એકલ બાંભણકા માર્ગ માટે ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજાની ત્રણ પેઢીની મહેનત હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભે વિવિધ કામોનું  ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરાયું હતું. સંચાલન તાલુકા ભાજપ મહામંત્રી મહેન્દ્રાસિંહ વાઘેલાએ અને આભારવિધિ જિતેન્દ્ર મહારાજે કરી હતી. આ પ્રસંગે તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઇ દૈયા, જિ.પં. સદસ્ય સુરેશભાઈ મકવાણા, કાનાભાઈ ગોહિલ, અંબાવીભાઈ વાવિયા, કાંતિલાલ ઠક્કર, ભીમભાઇ પરમાર, રતનભાઈ ગોહિલ, ભરતભાઈ પરમાર, રમેશભાઈ દાફડા, કરશનભાઇ ભૂંગર ડાયાભાઈ રાઠોડ, રાજેશભાઈ ઠાકોર, લક્ષ્મણભાઈ રબારી, મઘાભાઈ કાંદરી, અરાવિંદભાઈ દજા, જીણાભાઇ ભોપા, સાજણભાઈ રબારી, કમલાસિંહ સોઢા, પરબતભાઈ કારોત્રા, વેલાભાઈ ગોઠી, વિનુભાઈ થાનકી, તાલુકા વિકાસ અધિકારી ખોડુભા વાઘેલા, સહિત બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd