• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

સ્વચ્છતા માત્ર એક દિવસની નહીં સતત ચાલતી સામૂહિક જવાબદારી

ભુજ, તા. 2 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 25 વર્ષનાં જાહેર જીવન અને શાસનકાળની સેવાયાત્રાની ઉજવણીના ભાગરૂપે મહાત્મા ગાંધીની જન્મજયંતી દિને યોજાઈ રહેલા `સેવા સંકલ્પ અભિયાન' અંતર્ગત `સેવા મારું યોગદાન' અભિયાન હેઠળ કચ્છ લોકસભા, ભુજ નગરપાલિકા, સમાજ નવનિર્માણ ટ્રસ્ટ - ભુજ  તથા વિવિધ સામાજિક સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ભુજનાં ઐતિહાસિક હમીરસર તળાવ દાદા - દાદી પાર્ક ખાતે સફાઈ ઝુંબેશ હાથ ધરાઈ હતી. સફાઈ ઝુંબેશમાં વિવિધ સામાજિક, સેવાભાવી અને સ્વૈચ્છિક સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા કાર્યકરોએ ઉત્સાહભેર સહભાગી થઈ હમીરસર તળાવ અને તળાવ તટે આવેલા દાદા - દાદી પાર્ક અને આસપાસના વિસ્તારની સફાઈ કરી હતી. કાર્યક્રમમાં સહભાગી સંસ્થાઓમાં મુખ્યત્વે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ, ભુજ નગર સેવા સદન, ચેમ્બર્સ ઓફ કોમર્સ ભુજ, રોટરી ક્લબ ઓફ ભુજ વોલસિટી, રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલ, રોટરેક્ટ ક્લબ ઓફ ભુજ મિડ ટાઉન, રોટરી ક્લબ ઓફ ભુજ વિબગ્યોર, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ફ્લામિંગો, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ ઊર્જા, ઈન્નરવ્હીલ ક્લબ ઓફ ભુજ કેપિટલ, લાયન્સ ક્લબ ઓફ ભુજ સહિતની વિવિધ સંસ્થાઓએ સફાઇ અભિયાનમાં ભાગ લીધો હતો. સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત સૌએ `સેવા સંકલ્પ અભિયાન'ના સંકલ્પ સાથે જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છતા અંગે સમાજમાં વધુને વધુ જાગૃતિ ફેલાવવાનો સંદેશ આપ્યો હતો. `સ્વચ્છતા માત્ર એક દિવસની કામગીરી નહીં, પરંતુ સતત ચાલતી સામૂહિક જવાબદારી છે' તેમ સાંસદે જણાવ્યું હતું. કાર્યક્રમ દરમ્યાન જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, જિલ્લા ભાજપ મહામંત્રી હિતેશભાઈ ખંડોલ, મીતભાઈ ઠક્કર, કમલભાઈ ગઢવી, અશોકભાઇ હાથી, મનુભા જાડેજા, જયંતભાઈ ઠક્કર, પ્રકાશભાઇ મહેશ્વરી, નરેશભાઇ મહેશ્વરી, મોહનભાઇ ચાવડા, મયૂરાસિંહ જાડેજા, ધીરેનભાઈ લાલન, સંદીપભાઈ શાહ, આશિકાબેન ભટ્ટ, મનીષાબેન સોલંકી, બીનાબેન ભાનુશાલી, હસ્મિતાબેન ગોર, વિરમભાઇ આહીર, હિતેશભાઈ ગોસ્વામી, માનસીબેન સંઘવી, પ્રફુલ્લાસિંહ જાડેજા વિગેરે જોડાયા હતા. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd