• શુક્રવાર, 02 ઑક્ટોબર, 2026

યુએઈમાં ભારતીય રાજદૂત મિત્તલ સ્મિતને મળ્યા, તબિયત સારી છે

નવી દિલ્હી, તા. 1 : યુએઈમાં ભારતીય રાજદૂત દીપક મિત્તલ ગુરુવારે ઘાયલ ભારતીય પાઈલટ સ્મિત મચ્છરને મળ્યા હતા. એક દિવસ પહેલા તેમના ઓમાનના સહ-પાઈલટે વિમાનને ક્રેશ કરવાનો પ્રયાસ કરી રહેલા કથિત રીતે છરીના ઘા કર્યા હતા. દીપક મિત્તલે હોસ્પિટલમાં કેપ્ટન સ્મિત મચ્છર અને તેમના પરિવારની મુલાકાત લીધી હતી. કેપ્ટનનું સ્વાસ્થ્ય સારું છે અને તેઓ સ્વસ્થ્ થઈ રહ્યા છે. તેવું યુએઈમાં ભારતીય દૂતાવાસે એક્સ પરથી જણાવ્યું હતું. દૂતાવાસ સ્થાનિક અધિકારીઓ સાથે સતત સંપર્કમાં રહે છે. જેથી તેમની સતત તબીબી સંભાળ અને સુખાકારી સુનિશ્ચિત થાય એમ તેમાં ઉમેર્યું હતું. - કોના ઈશારે થયો હુમલો ? યુએઇએ કરશે તપાસ : નવી દિલ્હી, તા. 1 : દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફલાય દુબઈની ફલાઇટને દુર્ઘટનાગ્રસ્ત કરવાના કાવતરા બાદ સંયુક્ત અરબ અમિરાત (યુએઈ)એ ઉચ્ચ સ્તરના તપાસનો આદેશ આપ્યો છે. યુએઇની સ્પેશિયલ ટીમ તપાસ કરી રહી છે કે શું ઘટનાનો સંબંધ કોઈ આતંકવાદી ગતિવિધિ કે પૂર્વ નિયોજિત કારસા સાથે છે ? તેમજ કોના કહેવાથી હુમલો કરવામાં આવ્યો હતો. રિપોર્ટ અનુસાર આરપી ઓમાની પાયલોટ સામે શરૂઆતી તપાસ કરવામાં આવશે અને આરોપીને  આગળની કાર્યવાહી માટે યુએઈને સોંપી દેવામાં આવશે. યુએઈની તપાસથી ઘણા મહત્ત્વપૂર્ણ ખુલાસા થવાની સંભાવના છે.  દરમિયાન મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને વધતા હુમલાને ધ્યાને રાખીને યુરોપિયન યુનિયન એવિયેશન સેફ્ટી એજન્સીએ નવા દિશાનિર્દેશો જાહેર કર્યા છે. જેના અનુસાર એરલાઇન્સ અને વાણિજ્યિક વિમાનોને સાઉદી અરબ તેમજ જોર્ડનના એરસ્પેસથી અંતર જાળવવાની કડક  સલાહ આપવામાં આવી છે. ખાડી ક્ષેત્રના ઘણા અન્ય દેશોનાં વાયુ ક્ષેત્રથી બચવા અને ચેતવણીની સમયસીમાને લંબાવવાનો નિર્ણય થયો છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd