• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

38.6 ડિગ્રીએ ભુજ રાજ્યમાં સૌથી ગરમ

ભુજ, તા. 2 : ચોમાસાની વિદાય બાદ કચ્છી માડુઓ હાલમાં વિષમ વાતાવરણનો અનુભવ કરી રહ્યા છે. મધરાતથી વહેલી સવાર સુધી શિયાળાના પગરવ સમી શીતળતા અનુભવાયા બાદ દિવસ ચડતાં આકરો તાપ લોકોને આકુળ-વ્યાકુળ કરી રહ્યો છે. કચ્છનું મુખ્યમથક ભુજ 38.6 ડિગ્રી મહત્તમ તાપમાને રાજ્યમાં ગરમીમાં મોખરે રહ્યું હતું. આ તરફ પાટનગર ગાંધીનગર બાદ નલિયા 22.6 ડિગ્રીએ રાજ્યનું બીજા નંબરનું ઠંડું મથક બન્યું હતું. ભુજમાં મંદ પડેલી પવનની ઝડપ અને ઊંચકાયેલા મહત્તમ તાપમાન સાથે વાતાવરણમાં જોવા મળેલી ભેજની હાજરીના કારણે દિવસે તો ઠીક રાત્રિના ભાગે પણ ઉકળાટના અનુભવે લોકોને પરસેવે રેબઝેબ કર્યા હતા. કંડલા પોર્ટમાં 37.5, કંડલા (એ.)માં 37.4 અને નલિયામાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે લઘુતમ પારો 22થી 25 ડિગ્રી વચ્ચે નોંધાયો હતો. હવામાન વિભાગે ત્રણ દિવસ વરસાદની આગાહી કરી હતી, પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારને બાદ કરતાં રાજ્યમાં કચ્છ સહિત અન્યત્ર ક્યાંય પણ વરસાદ વરસ્યો નથી. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd