• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

ભુજ રેલવે મથકે હત્યાના બનાવમાં ફરિયાદ : પોલીસે તપાસ આદરી

ભુજ, તા. 2 : અહીં રેલવે મથકના એક નંબરના પ્લેટફોર્મ પર કઈ જગ્યાએ જવાનું છે, તેવી પૂછપરછ જેવી સામાન્ય બાબતે બે યુવાન વચ્ચે થયેલી માથાકૂટમાં બિહારના મુકેશ ચંદ્રિકા સહનીને આરોપી દીપાન્શુ ચેતન વિશ્વકર્મા (રહે. ભારતનગર, ગાંધીધામ, મૂળ ઉત્તરપ્રદેશ)એ લોખંડનો પાઈપ ફટકારી હત્યા નીપજાવી હતી. આ બનાવ અંગે રેલવે પોલીસે ફરિયાદ નોંધી આરોપી દીપાન્શુની આજે વિધિવત ધરપકડ બતાવી છે અને આવતીકાલે કોર્ટમાં રજૂ કરશે, તેવી ગાંધીધામ રેલવે પોલીસ પાસેથી માહિતી મળી છે. પોલીસે હત્યામાં વપરાયેલો લોખંડનો પાઈપ તથા ઘટનાસ્થળેથી લોહીવાળી માટી જેવા પુરાવાઓ એકત્ર કરી કાર્યવાહી હાથ ધરી છે.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd