ભુજ, તા.2 : મોટા યક્ષના આગામી મેળાની સુચારુ
વ્યવસ્થા માટે વહીવટી તંત્રે લોકોનો પ્રતિસાદ, સૂચનો મગાવ્યા છે. તાજેતરમાં જ મોટા યક્ષનો
ચાર દિવસીય મેળો સંપન્ન થયો છે. આગામી વર્ષોમાં યોજાનારા મેળાઓનું આયોજન વધુ સુવ્યવસ્થિત,
સુરક્ષિત અને સુવિધાજનક બની રહે તેવા આશયથી રવિવારથી બુધવાર સુધી યોજાયેલા મેળાની વ્યવસ્થા
અંગે અનુભવો અને રચનાત્મક સૂચનો વહીવટી તંત્રે મગાવ્યા છે. ચાર દિવસીય મેળાની મુલાકાત
લેનારા તમામ નાગરિકોને વહીવટી તંત્ર દ્વારા તૈયાર કરવામાં આવેલા ઓનલાઈન ફોર્મ મારફતે
કયુ.આર. કોડ સ્કેન કરી અથવા https
:forms.gle/nvc16bh5aDRvgb119 પર પોતાનો
નિષ્પક્ષ પ્રતિસાદ અને સૂચનો મોકલી આપવા અપીલ નખત્રાણા પ્રાંત અધિકારી દ્વારા કરાઈ
છે. આયોજનમાં કયાં કચાશ રહી ગઈ હતી તે નિવારી આગામી મેળામાં લોકોના સૂચનો મુજબ સુવિધા
ઊભી કરાશે.