• શનિવાર, 03 ઑક્ટોબર, 2026

ગુંદાલા પાસે ટેન્કરે બાઈકને ટક્કર મારતાં યુવાનનું મોત : બે ઘાયલ

ભુજ, તા. 2 : ગઈકાલે મુંદરાના ગુંદાલા પાસે માર્ગ ઓળંગતાં બાઈકને ટેન્કરે ટક્કર મારતાં બાઈક પાછળ બેઠેલા 21 વર્ષીય યુવાન મયંકર પરિકર્મા ચૌહાણનું કરુણ મોત થયું હતું, જ્યારે ચાલક અને અન્ય બે યુવાન ઘાયલ થયા હતા. આ અંગે મૃતક મયંકરના ભાઈ જયંકર (રહે. ગુંદાલા, મૂળ ઉત્તરપ્રદેશ)એ પ્રાગપર પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 1/10ના સવારે બાઈક નં. જીજે-12-એચઈ-6102વાળી જે હરેશ મૂળજી પારાધી ચલાવતો હતો અને તેની પાછળ એટલે વચ્ચે શ્રીધર સૂરજ ઋષિદેવ તથા છેલ્લે મયંક બેઠો હતો. વડવાળા ટી હોટલની સામે કટ ઉપર બાઈક માર્ગ ઓળંગવા જતા પૂરપાટ બેદરકારીપૂર્વક આવતા ટેન્કર નં. જીજે-12-બીએક્સ-3130વાળાએ ટક્કર મારતાં મયંકર બાઈક પરથી ફેંકાઈ ટેન્કરના ટાયરમાં આવી જતાં તેનું મોત નીપજ્યું હતું, જ્યારે ચાલક હરેશને હેમરેજ જેવી ગંભીર ઈજા તથા શ્રીધરને પગમાં અસ્થિભંગની ઈજા પહોંચી છે. પોલીસે ટેન્કરચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી તજવીજ હાથ ધરી છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd