મોટી વિરાણી (તા. નખત્રાણા),
તા. 2 : બ્રહ્મલીન
સંત સ્વામી શાંતિદાસજી મહારાજ તાજેતરમાં ઉત્તરાખંડની દેવભૂમિ બદ્રીનાથ ધામમાં નિર્વાણ
પામતાં ઉચ્ચ કોટિના સંતને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા મોટી વિરાણીમાં રવિભાણ આશ્રમમાં
ભજન-સત્સંગ સભા યોજાઇ હતી, જેમાં કચ્છ
અને બહારથી એકસોથી ઉપર સાધુ-સંતો તથા હજારોની સંખ્યામાં ભાવિક -ભક્તોએ ભાવુક બની અશ્રુભીની
શ્રદ્ધાંજલિ આપી હતી. શ્રદ્ધાંજલિ ભજન-સત્સંગ સભામાં ધીરુભાઇ પોકાર (પાંતિયા),
દેવરાજ ગઢવી, પુનશીભાઇ ગઢવી, શ્યામ ગઢવી, દર્શન મારાજ, હરિભાઇ
ગઢવી, નીલેશ ગઢવી અને રામભન ગોસ્વામીએ ભજનો રજૂ કર્યાં હતાં.
ધર્મસભામાં રવિભાણ સંત પરંપરાની મૂળ ગાદી કમીજલાના મહંત મહામંડલેશ્વર જાનકીદાસજી મહારાજએ
બ્રહ્મલીન સંતના ઐશ્વર્ય સત્વ ગુણોનું વર્ણન કરતાં જણાવ્યું કે, અસાધારણ મહાપુરુષને જેમણે સેવ્યા છે તેઓ અતિ ભાગ્યશાળી છે. સેવા, સાધના, પરમાર્થ, જીવદયા,
માનસેવાના ઉમદા સત્વગુણોના આચરણધારી શાંતિદાસજી મહારાજે ચીંધેલા માર્ગે
ચાલી તેમના અધૂરા રહેલા સંકલ્પો - કાર્યોને સૌ એક બની પૂર્ણ કરવા એ તેમને સાચી શ્રદ્ધાંજલિ
આપી ગણાશે તેવું લઘુમહંત સરયુદાસજી મહારાજ (સુરેશબાપુ)એ શીખ આપતાં આગામી 12મી ઓક્ટોબરના બ્રહ્મલીન સંતનો ષોડશી ભંડારો
યોજાશે તેમ કહ્યું હતું. સ્ટેજ વ્યવસ્થા અ.ક.ર.સો. ગ્રુપના પ્રમુખ રાજેશભાઇ પલણે સંભાળી
હતી. બપોરથી મોટી સંખ્યામાં ગાડીઓથી આવી પહોંચેલા અનુયાયીઓ-ભક્તોની બસ સ્ટેન્ડથી પ્રાર્થનાસભા
સુધી કતારો જોવા મળી હતી. - સાધુ-સંતો, અગ્રણીઓની ઉપસ્થિતિ : આ પ્રસંગે સંતો હિંગરિયા હરિસાહેબ આશ્રમના
મહંત કલ્યાણદાસજી મહારાજ, મહંત જગજીવનદાસજી
મહારાજ -બિબ્બર, સંત ત્રિલોકદાસજી મહારાજ - રાપર, મહંત જગજીવનદાસજી - બંધરા, મહંત મયારામદાસજી -રાજકોટ,
મહંત ગોવિંદરામજી કોઠારી (ચવેલી ઉ.ગુ.), મહંત દલસુખદાસ
(નીલકંઠધામ-હળવદ), અરજણદાસજી-છરા, મહામંડલેશ્વર
શિવરામદાસજી- મોરબી, મૌલિકદાસજી -ભુજ કબીર મંદિર, કિશોરદાસજી મહારાજ-વરલી, સોમનાથજી બાપુ-થાન જાગીર,
મહેશનાથજી બાપુ ધીણોધર, અર્જુનનાથજી બાપુ-રાજડા
ટેકરી, સુખનાથજી બાપુ-કંથકોટ, રાહુલનાથજી
બાપુ-મનફરા, દેવનાથજી બાપુ એકલ-ભરુડિયા, બાલકનાથજી બાપુ-ચિત્રાધાર ટેકરી, હરિસંગ દાદા-લીફરી,
ચેતનનાથજી દાદા-ખાનાય, દિલીપરાજા કાપડી-મોરજર,
ભરતરાજા-ભારાપર, વેલજીરાજા-જંગી, મૂળજીરાજા-ધ્રંગ, માતાજી ધનબાઇ મા-રતડિયા મોટા,
દેવલમા-બલિયાવડ જૂનાગઢ, આઇ ચંદુમા-ગઢશીશા,
મહંત સોનલલાલજી-ના. સરોવર, પુરષોત્તમગિરિ-પિંગલેશ્વર,
રવિગિરિ -જ્યોતેશ્વર મહાદેવ, મોહનદાસજી મહારાજ-રામેશ્વર,
શાંતિપ્રિયદાસજી મહારાજ-નિષ્કલંકીધામ નખત્રાણા, પીર મહેન્દ્રસિંહ-પિથોરાધામ મિરજાપર, જીતુ ભગત-વાંઢાય,
સામાજિક સેવક -અગ્રણીઓ લીલાધર પટેલ-ઉદયપુર, જેન્તીભાઇ
તેજાણી-રાયપુર, જેન્તીભાઇ શિરવી-મુંબઇ, મગનભાઇ વેલાણી-મુંબઇ, અમૃતભાઇ શાંખલા-વિશાખાપટ્ટનમ,
છગનભાઇ માનાણી-બેંગ્લોર, મણિલાલ સેંઘાણી-ગઢશીશા,
હરેશભાઇ રંગાણી-ગઢશીશા, હરેશભાઇ રામાણી-નાસિક,
તુલસીભાઇ તેજાણી-રાયપુર, ગોપાલભાઇ ભાવાણી-પ્રમુખ
કેન્દ્રીય કડવા પાટીદાર સમાજ, ગંગારામભાઇ રામાણી-પ્રમુખ કેન્દ્રસ્થાન
દેશલપર વાંઢાય, લખમશી તેજાણી-પ્રમુખ પા.સમાજ વિરાણી મોટી,
નવીનભાઇ આઇયા-ભુજ, ડો. શાંતિભાઇ સેંઘાણી,
નારણભાઇ માનાણી-પ્રમુખ ગૌશાળા કેન્દ્ર નખત્રાણા, ભરતભાઇ સોમજિયાણી, સુરેશભાઇ કાનજિયાણી, વિવિધ સમાજના અગ્રણીઓ જયેશભાઇ સચદે, રાજેશભાઇ પલણ,
હરેશભાઇ તન્ના, મહેન્દ્રભાઇ કેશરિયા, નીલેશભાઇ બારૂ, પ્રકાશભાઇ જોશી, ડો. સુભાષભાઇ, ડો. શાંતિલાલ સેંઘાણી, નીતિનભાઇ ઠક્કર, શાત્રી ધનેશ્વર મહારાજ-ગાંધીધામ,
શાત્રી કશ્યપ મહારાજ-ભાડિયા, શાત્રી ભીમસેન મહારાજ-ભાડિયા,
સાંસદ વિનોદભાઇ ચાવડા, પૂર્વ રાજ્યમંત્રી વાસણભાઇ
આહીર, ભાજપા અધ્યક્ષ દેવજીભાઇ વરચંદ, ધારાસભ્યો
પ્રદ્યુમનસિંહ જાડેજા-અબડાસા, કેશુભાઇ પટેલ-ભુજ, નવીનભાઇ આઇયા-ભુજ, પુષ્પદાન ગઢવી-પૂર્વ સાંસદ,
રમેશભાઇ જોશી, હરિસિંહ રાઠોડ, ન.પા. પ્રમુખ વસંતભાઇ વાઘેલા, કા.ચેરમેન ચંદનસિંહ રાઠોડ,
ઉપપ્રમુખ દમયંતીબેન સેંઘાણી, ડાયાભાઇ સેંઘાણી,
સવિતાબેન સોલંકી, જાગૃતિબેન ઠક્કર, ગોવિંદભાઇ બળિયા, હીરાભાઇ રબારી, માવજીભાઇ ગુંસાઇ, લાલજીભાઇ રામાણી, પ્રવીણભાઇ પઢારિયા, શંભુભાઇ સોની, જેન્તીલાલ સોની, ભાવેશ આઇયા, ચેતન
આઇયા, હિતેષ કારીઆ, પ્રકાશ આઇયા,
દીપક આઇયા, અમૂલગિરિ ગોસ્વામી, પ્રવીણભાઇ છાભૈયા, નારાણભાઇ-પેટલાદ, જાડેજા રાજુભા-મુંદરા, ડો. મનસુખ પાંચાણી, ધર્મેન્દ્રસિંહ-હિંગરિયા, રમેશ રબારી, મૌલાના હાજી ઇબ્રાહિમ હાલેપોત્રા, હાજી નૂરમામદ ખત્રી-પ્રમુખ
મુસ્લિમ જમાત વિરાણી, સુરેન્દ્રસિંહ જાડેજા-માતાના મઢ,
માધુભા જાડેજા-બિબ્બર, હરેશ તન્ના-ભુજની ઉપસ્થિતિ
રહી હતી. સંચાલન ધીરુભાઇ પોકાર-પાંતિયાએ કર્યું હતું.